September 25, 2022
September 25, 2022

PNB Scam : નીરવ મોદીની પ્રોપર્ટીમાંથી લેણાં વસૂલાશે, ફરી ED કરશે હરાજી

PNB સ્કેમ ભાગેડુની 1000 કરોડની સંપત્તિની હરાજી થશે

PNB scam મામલામાં આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની સંપત્તિની હરાજી કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ નીરવ મોદીની 1,000 કરોડ રુપિયાની સંપત્તિની હરાજી બોલાવશે. તેમાં નીરવની મુંબઇ સ્થિત સંપત્તિઓ પણ સમાવિષ્ટ છે.

ED આ પહેલા પણ નીરવ મોદીની પ્રોપર્ટીની હરાજી કરી ચૂકી છે. ત્યારબાદ તપાસ એજન્સીએ હીરાના વેપારીની માલિકીની કાર, પેઇન્ટિંગ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજી કરી હતી અને તેમાંથી 6 કરોડ રૂપિયા મળ્યાં હતાં.

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ મોદીની 1000 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી કરવાની છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત લગભગ 13,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. પીએનબીના નાણાંની ઉચાપત કરીને નીરવ મોદી જાન્યુઆરી 2018માં લંડન ભાગી ગયો હતો. તેના પર લેટર ઓફ અંડરટેકિંગ્સ માટે બેંકના અધિકારીઓને લાંચ આપવાનો અને બેંક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મોદીની લંડનમાં 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, હરાજી કરાયેલી મિલકતોમાં કાલા ઘોડામાં સ્થિત એક આઇકોનિક રિધમ હાઉસ, નેપિયન સી રોડ પરનો ફ્લેટ અને કુર્લામાં સ્થિત ઓફિસ બિલ્ડિંગ ઉપરાંત ઘરેણાંનો સમાવેશ થાય છે. રિધમ હાઉસ અને હેરિટેજ ઈમારત નીરવ મોદીના ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ દ્વારા 2017માં 32 કરોડમાં ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પંજાબ નેશનલ બેંકના લેણાં આ પ્રોપર્ટીની હરાજીમાંથી વસૂલ કરવામાં આવશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મિલકતોની હરાજી માટે લિક્વિડેટરની પણ નિમણૂક કરી છે.

આમાંથી કેટલીક પ્રોપર્ટીની ED દ્વારા હરાજી થઈ ચૂકી છે. જ્યારે બાકીની મિલકતો હરાજી માટે બેંકને આપવામાં આવી રહી છે. તેમાં અહમદનગર જિલ્લામાં સ્થિત સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. એજન્સીએ પીએનબીને લગભગ રૂ. 6 કરોડ પણ આપ્યા છે, જે તેને અગાઉ મોદીની માલિકીની કાર, પેઇન્ટિંગ્સ અને અન્ય મોંઘી વસ્તુઓની હરાજીમાંથી પ્રાપ્ત થયા હતા.

20 ડિસેમ્બરે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની મિલકતો વેચીને 13,109.17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી