કેબિનેટની બેઠકમાં નિર્ણય, રાજ્યના તમામ પતંગોત્સવ રદ

સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ કરાયા

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 

ચાર દિવસ પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા પતંગોત્સવના રદ માટેની જાહેરાત કરાઈ હતી. હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદ આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ પતંગોત્સવ રદ કરવાની જાહેરાત કરાઈ છે. આજે રૂપાણી સરકારની કેબિટનેટ બેઠક મળી હતી. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાના સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી. તો સાથે જ સરકારના બજેટ અંગેના વિવિધ વિભાગની માગંણીઓ વિશે પણ ચર્ચા કરાઈ હતી. સરકારની વિવિધ યોજનાઓ અંગે કેબિનેટમાં વાતચીત કરાઈ હતી. 

તમને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ન્યૂ યર અને ઉત્તરાયણના તહેવારોમાં સજાગ તેમજ સાવચેત રહે. લોકોની નારાજગીની ચિંતા રાજ્ય સરકાર ના કરે અને રાજ્યમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકે.

 69 ,  1