દિપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રવીન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ

પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને રાષ્ટ્રપતિ દ્વારા ગુરુવારે સ્પોર્ટ્સ ડેના રોજ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂનિયાએ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય કબડ્ડી ખેલાડી અજય ઠાકુર સહિત 19 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 48 વર્ષીય દીપાએ 2016માં રિયો પેરાલિમ્પિક્સમાં શોટ પુટની એફ -53 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નિવૃત્ત જજ એમ શર્માના નેતૃત્વમાં 12 સભ્યોની કમિટી દ્વારા વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી.

પસંદગી સમિતિએ અર્જુન એવોર્ડ માટે 19 ખેલાડીઓને પસંદ કર્યાં છે. જેમાં ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજા રવીન્દ્ર જાડેજાએ હાલમાં શાનદાર પ્રદર્શન કરતા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે. રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં જાડેજાએ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલ મેચમાં 59 બોલમાં 77 રન ફટકાર્યા હતા.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી