દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં આસારામ-નારાયણ સાંઇને ક્લિનચીટ

વર્ષ 2008 દરમિયાન અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના મોતના મામલે આજે નિવૃત જસ્ટિસ ડી.કે. ત્રિવેદીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ડી.કે. ત્રિવેદીના રિપોર્ટમાં આસારામ અને નારાયણ સાંઇને ક્લિનચીટ આપવામાં આવી છે.

આ કેસની તપાસ કરી રહેલા પંચે જણાવ્યું છે કે, 10 વર્ષથી નીચેના બાળકોને ગુરુકુળમાં પ્રવેશ ન આપવા ટકોર કરી છે. પરંતુ પંચે એક આશ્ચર્યજનક વાત જણાવી છે. આશ્રમમાં બંનેનું મૃત્યું તાંત્રિક વિધિના કારણે ન થયું હોવાનું પંચે જણાવ્યું છે. પંચને પોતાની તપાસમાં તાંત્રિક વિધિ અંગેના કોઇ પુરાવા મળ્યા નથી. પંચે પોતાના રિપોર્ટમાં ગૃહને જણાવ્યું કે, બન્ને બાળકોના મોત પાણીમાં ડુબવાથી થયા છે.

આશ્રમ છોડીને જનારા કેટલાક સાક્ષીઓનું નિવેદન પણ તપાસ પંચે જણાવ્યું છે. આ સિવાય આશ્રમમાં તાંત્રિક વિધિ થઈ હોવાનું સાક્ષીઓનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જો કે પંચે જણાવ્યું હતું કે, બન્ને સાક્ષીઓના નિવેદનોમાં સંલગ્ન પુરાવાઓનો અભાવ છે. કોઈ પણ સાક્ષી પાસે બંને બાળકોના મૃત્યુને લઈને વિગતો પૂર્ણ નથી.

બે બાળકોના મરણ અંગે પોલીસ દ્વારા થયેલ તપાસ અને લેવાયેલ પગલાં પુરતા હતા કે કેમ તેની તપાસ કરવી. ડી.કે. ત્રિવેદી પંચના તપાસ અહેવાલ પર મૃતક અભિષેકના પિતા પ્રફુલ વાઘેલાએ જણાવ્યું હતુ કે, “બંને બાળકોની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આશ્રમને પુરાવાનો નાશ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ મામલે અમે રજૂ કરેલા પુરવાઓને માન્ય રાખવામાં આવ્યા નથી.”

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી