September 23, 2021
September 23, 2021

ડીસાના ગાયક અર્જુન ઠાકોરનો ઝેરી સાપ સાથેનો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

ઝેરી સાપને ગળામાં લટકાવીને ગુજરાતી ગાયકે વીડિયો બનાવ્યો

ડીસા તાલુકાના જાબડિયા ગામના અર્જુન ઠાકોર નામના ગુજરાતી સિંગરનો કોબ્રા સાપ સાથેનો વીડિયો વાઇરલ થયો છે. ગાયકે કોબ્રા સાપને બે હાથેથી પકડીને ગળામાં વીંટાળીને તેની સાથે મસ્તી કરતા કરતા ગીતો ગાતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વન વિભાગ હરકતમાં આવી તપાસ કરવા લાગ્યા છે.

ડીસાના ઝાબડીયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક કલાકારે કોબ્રા સાપને ગળામાં લપેટીને નાગ સાથે ગીતો ગાતા મસ્તીઓ કરી હતી અને આ વીડિયો મંગળવારે ડીસા લાખણી સહિતના ગામોમાં ભારે વાયરલ થયો હતો.

આ વીડિયો વાયરલ થતા વનવિભાગ પણ ચોંકી ગયુ છે. કારણ કે, ગુજરાત સરકારના અધીનયમ 1972ના વન્ય જીવ સૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત જીવ ગણાય છે. તેથી તેને આ રીતે ગળામાં લપેટવુ ગુનો ગણાય છે. તો સાથે, અર્જુન ઠાકોર જે સાપ સાથે વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે ન્યૂરોટોક્સિક ઝેરવાળો સાપ છે, જેના ડંખથી માનવીના ચેતા તંતુઓ પર સીધી અસર થાય છે અને તે મરી પણ શકે છે. તેથી સાપ સાથે આ પ્રકારની મસ્તી જોખમી ગણાય છે. 

વન વિભાગની તપાસમાં સામે આ વીડિયો જાબડીયા ગામમાં કોઈ યુવક દ્વારા ઉતારવામાં આવ્યો છે. તેથી જીવદયા પ્રેમીઓ દ્વારા યુવક તથા કલાકાર અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 

 50 ,  1