ચીનની ચિંતા વધી..! ભારત અમેરિકા પરસ્પર સૈન્ય મદદ કરવા કટિબદ્ધ

ભારત અને અમેરિકા વચ્ચે વધશે મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ

અમેરિકાના સંરક્ષણ પ્રધાન લૉયડ જેમ્સ ઑસ્ટિન ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર છે. આજે તેમની યાત્રાનો બીજો દિવસ છે. આજે તેમણે રાજનાથ સિંહ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી. વિજ્ઞાન ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણ આર્મી ચીફ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેની બાદ સંયુક્ત નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ સમજુતિ પર થયા હસ્તાક્ષર

પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ જારી નિવેદનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ, ‘ભારતીય સેના અને યૂએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, આફ્રિકી કમાન્ડ વચ્ચે અમે સહયોગ વધારવા પર સહમત થયા છીએ. અમે LEMOA, COMCASA અને BECA સમજુતિ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અમેરિકાની સાથે મજબૂત રક્ષા ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.’

અમેરિકી રક્ષામંત્રીએ પીએમ મોદીની વાતને આગળ વધારી

અમેરિકી રક્ષા મંત્રી ઑસ્ટિને કહ્યુ, ‘અમારા સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિક રીઝનનો એક ગઢ છે. પીએમ મોદીએ કહ્યુ કે, ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઇટ માટે ઉભુ છે. આ ક્ષેત્રીય સુરક્ષા માટે અમારા સંયુક્ત દ્રષ્ટિકોણની પુષ્ટિ કરે છે.’

હવે વધશે ચીનની ચિંતા

સંયુક્ત નિવેદન જારી કરતા રાજનાથ સિંહે કહ્યુ, ‘મને તે કહેતા ખુશી થઈ રહી છે કે રક્ષા મંત્રી ઑસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળની સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ. અમે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને પૂરી ક્ષણતાનો અહેવાસ કરાવવા માટે દ્રઢ છીએ. રક્ષા સહયોગ પર વ્યાપક રૂપથી વાતચીત, મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ વધારવા, સૂચના ભાગીદારી અને રક્ષા તથા મ્યુચુઅલ લોજિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા થઈ છે. દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધવાથી ચીનની ચિંતામાં વધારો થશે.’

 23 ,  1