September 19, 2020
September 19, 2020

ભારત-ચીન બોર્ડરના તણાવ વચ્ચે રક્ષા મંત્રી રશિયાનાં પ્રવાસે, SCO બેઠકમાં લેશે ભાગ

રક્ષા મંત્રી શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં લેશે ભાગ

4 સપ્ટેમ્બરે યોજાનાર રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથસિંહ રશિયાના સમકક્ષા સરગેઇ શેઇગું તેમજ અન્ય વિશેષ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે

રક્ષામંત્રી રાજનાથસિંહ સંધઇ સહયોગ સંગઠન એસસીઓની એક મહત્વપુર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા જવા રવાના થયા. 4 સપ્ટેમ્બરે યોજાનાર રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથસિંહ રશિયાના સમકક્ષા સરગેઇ શેઇગું તેમજ અન્ય વિશેષ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ વર્ષે જુન બાદ રક્ષામંત્રીનો આ બીજો મોસ્કોના પ્રવાસ છે. તેમણે 24જુને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિજય દિવસ પરેડનું આયોજન દ્વિતિય વિશ્વ યુધ્ધમાં નાઝી જર્મની ઉપર સોવિયત વિજયની 75મી વર્ષગાઠ ઉપર કરાયું હતું.

ભારત અને ચીન વચ્ચે હાલ બોર્ડર પર જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને રાજનાથ સિંહની વિદેશની બેઠક મહત્વપૂર્ણ છે.  આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે સતત ત્રીજા દિવસે ચીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ભારતીય સેનાની સતર્કતાને કારણે તેમને નિષ્ફળતા જ હાથ લાગી છે. ભારત અને ચીનનું સેન્ય કાલા ટોપ હિલ પર ફાયરિંગ રેન્જમાં તૈનાત છે.  જેના કારણે દેશવાસીઓમાં ચિંતા વધી છે. 

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર