ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ માત્ર 55 રનમાં ખખડ્યું, ઈંગ્લેન્ડનો 50 બોલમાં જ વિજય

ઈંગ્લેન્ડના સ્પીનર આદિલ રાશિદે વેસ્ટ ઇન્ડિઝના બેટરને ધૂળ ચટાડી

T-20 વર્લ્ડ કપમાં આજે શનિવારના બીજા મુકાબલામાં ઈંગ્લેન્ડે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને એક તરફી વિજય મેળવીને વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડી દીધી હતી. ટોસ હારીને પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે ચાહકોને ઘણા નિરાશ કર્યો અને 55ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદના ખાતામાં ચાર વિકેટ આવી હતી.

લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડે પણ 39ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેસન રોય (11), જોની બેયરસ્ટો (9), મોઇન અલી (3) અને લિયામ લિવિંગ્સ્ટન (1) સ્કોર પર આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અકીલ હોસીન બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ટીમની જીતમાં જોસ બટલરે 22 બોલમાં અણનમ 24 અને કેપ્ટન મોર્ગને અણનમ 7 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું અને ટીમ 14.2 ઓવરની રમતમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇવિન લેવિસ (6), લેન્ડલ સિમોન્સ (3), શિમરોન હેટમાયર (9), આન્દ્રે રસેલ (0), ડ્વેન બ્રાવો (5), કિરોન પોલાર્ડ (6), નિકોલસ પૂરણ (1). ટીમના દસ ખેલાડીઓ બે આંકડાનો સ્કોર પણ બનાવી શક્યા ન હતા. ક્રિસ ગેલ (13) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદે 4 વિકેટ લીધી હતી.

55 ના સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝ ઓલઆઉટ થઈ ગયું હતું. આ T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટેસ્ટ રમનાર દેશ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે 2014 ટી20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 60 રન બનાવ્યા હતા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી