September 18, 2021
September 18, 2021

ડિફેન્સ એક્સ્પો – ગુજરાત આવશે એક હજાર કંપનીઓ…

માર્ચ માસમાં ગાંધીનગરમાં જોવા મળશે હથિયારોનો મેળો

દેશના સૈન્ય દળમાં ગુજરાતીઓનો રસ પેદા થાય અને ડિફેન્સ પ્રત્યે પણ આકર્ષણ વધે તે હેતુથી ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના આંગણે દેશ-વિદેશની ડિફેન્સ ક્ષેત્રે કામ કરતી અંદાજે એક હજાર કંપનીઓ તેમાં ભાગ લેશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ બાદ આ સૌથી મોટો ઇવેન્ટ મનાય છે.

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે. આ એક્સપોમાં ત્રણેય સેનાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે

કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદથી ગુજરાતમાં મોટા કાર્યક્રમોના અનેક આયોજન કરવામાં આવ્યા છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને શી જિનપિંગના અમદાવાદ આગમનથી લઈને કેવડીયા તથા કચ્છમાં આયોજિત કરાયેલ કાર્યક્રમોનો સમાવેશ થાય છે ત્યારે મીડિયાને મળેલ માહિતી અનુસાર હવે ગુજરાતમાં કેન્દ્ર સરકાર ડિફેન્સ એક્સ્પો આયોજિત કરવા જઈ રહી છે.

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. આ એક્સપોમાં ત્રણેય સેનાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તથા સુરક્ષાને લઈને અત્યાધુનિક શસ્ત્રોનું આ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાતના આંગણે મોટા પાયે આયોજનને લઈને સરકારે તૈયારી શરૂ કરી છે.


ડિફેન્સ એક્સપો એટલે હથિયારોના મેળો. વર્ષ 2020માં લખનૌમાં ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ એક્સ્પોમાં ભારતના આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય પ્રજાને પણ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2020નો ડિફેન્સ એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો હતો જેમાં દુનિયાભરના લગભગ 70 દેશોએ ભાગ લીધો હતો, તથા રક્ષા હથિયારો તૈયાર કરતી 1000થી વધારે કંપનીઑ સામેલ થઈ હતી.

ડિફેન્સ એક્સ્પોના માધ્યમથી ભારતે પોતાની સૈન્ય તાકાતની સાથે સાથે નવી ટેકનોલોજી સાથે લેસ આધુનિક હથિયારો દુનિયાભરને બતાવ્યા. નોંધનીય છે કે આ એક્સ્પોનું આયોજન દર બીજા વર્ષે કરવામાં આવે છે.

છેલ્લા ડિફેન્સ એક્સ્પોમાં સરકાર દ્વારા આપવામાં આવેલ એક નિવેદન અનુસાર આ એક્સ્પોની મદદથી ઉત્તર પ્રદેશમાં પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. આ સિવાય યુપીના બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.


સૈન્ય તાકાત બતાવતા આ એક્સપોમાં અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જર્મની, ઈઝરાયલ, ઈટલી, જપાન, સાઉથ કોરિયા જેવા દેશો સામેલ થાય છે.

 12 ,  1