સંરક્ષણ મંત્રી રાજનાથે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે મુલાકાત કરી

ફ્રાન્સ મંગળવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકુ વિમાન સોંપશે. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી છે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હશે.

રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટ અને અધિકારીઓના પ્રશિક્ષણ પછી મે 2020માં રાફેલ ભારત પહોંચવા લાગશે. આજે વિજ્યાદશ્મીના તહેવારે રાજનાથ સિંહ ફ્રાન્સમાં જ શસ્ત્ર પૂજા કરશે અને રાફેલ લડાકુ જેટમાં પણ ઉડાન ભરશે.

2016માં ડીલ થઈ હતી
રાફેલ લડાકુ વિમાન ડીલ ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. તે ડીલ પ્રમાણે વાયુસેનાને 36 અત્યાધૂનિક લડાકુ વિમાન મળશે. આ સોદો 7.8 કરોડ યૂરો (અંદાજે રૂ. 58,000 કરોડ)માં થયો છે. કોંગ્રેસનો દાવો છે કે, યુપી સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત રૂ. 600 કરોડ નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ અંદાજે રૂ. 1600 કરોડ મોંઘુ પડ્યું છે. ભારત તેમના પૂર્વી અને પશ્ચિમી મોર્ચે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે રાફેલ લઈ રહ્યા છે. વાયુસેના રાફેલની એક-એક સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હશીમારા એરબેઝ પર તહેનાત કરશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી