દહેગામઃ દોસ્ત દોસ્ત ના રહા….પ્યાર પ્યાર ના રહા….

ગાંધીનગર જિલ્લાના શિહોલી ગામે એક ચકચારી ઘટના પ્રકાશમા આવવા પામી છે. શિહોલી ગામનો પાર્થ અને તેનો મિત્ર હિમાલય ઉર્ફે દેવ અશોકભાઈ ધણપનો રહેવાસી છે અને બંને ગાઢ મિત્રો હતા. અને એક યુવતીના પ્રેમમા આ બંને મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડાઓ ચાલતા હતા ત્યારે બે દિવસ પહેલા આ યુવતીને પામવા માટે ધણપના યુવાને તેના મિત્ર પાર્થનુ કાસળ કાઢવાનો યોજના બનાવી તેને ફોન કરીને દશેલા પાસે આવેલા એક તળાવ પાસે બોલાવી બંને મિત્રો ઝઘડ્યા બાદ અશોકે પાર્થને માથામા લોખંડની એગલ મારી હત્યા કરી નાખી ભાગી જવા પામ્યો હતો.

આ યુવકની હત્યા કરેલી લાશ પોલીસને મળતા પાર્થ પિતા પ્રફુલકુમાર નટવરલાલ જોશીની ફરીયાદ ના આધારે પોલીસે પાર્થના ફોન નંબર ઉપરથી હત્યારાને શોધી કાઢ્યો હતો. અને પોલીસે આ યુવકને ચિલોડા પોલીસ સ્ટેશને પકડી લાવીને તેની પુછપરછ કરતા એક યુવતીના પ્રેમ પ્રકરણ બાબતે અશોકે આ યુવતીને પામવા માટે પાર્થની હત્યા કરી હતી.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી