દહેગામ: નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંતોલી ગામના પ્રેમી પંખીડા છેલ્લા પાંચ દીવસથી ઘરેથી ભાગી ગયા હતા. ત્યારે આજે બહીયલ પોલીસે આ પ્રેમી પંખીડાની લાશ મોટા જલુંદ્રા પાસે આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. મળી આવેલ યુવકનું નામ અજીતસિંહ અને યુવતીનું નામ અનીતા છે.

મળતી માહિતી મુજબ આ પ્રેમી પંખીડા સાથે મરવાના અને સાથે જીવવા મારવાની કસમ ખાધી હોય તેવી હાલતમા બંનેના હાથ અને બેલ્ટ બાંધેલા હતા. પોલીસને જાણ થતા PSI સમેત સ્ટાફ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તરવૈયાની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી.

 33 ,  1