દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન..કિતના બદલ ગયા ઇન્સાન…લૂંટ મચી હૈ લૂંટ..!

નકલી ઇંજેકશન-નકલી દવા અને અસલી હવાના કાળા બજાર..રે ભગવાન..

આજીજી કરતાં માણસને નિચોવી નાંખવાની જાણે કે હોડ ચાલી રહી છે..! લૂંટો..

ધાર્મિક ચેનલો પર ઉપદેશોની સુનામી બંધ કરી દેવી જોઇએ..

20-30 રૂપિયે મળતા લીંબુનો ભાવ 130 રૂપિયે કિલો..

કાળા કામમાં ધોળો એપ્રન પહેરનાર પણ સંડોવાયેલા જણાયા…..!

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

માનવીને કોઇએ કાળા માથાનો એમ જ નહીં કહ્યો હોય.. તેનું માથુ જ માત્ર કાળુ છે એવુ નથી પણ તેના દિલોદિમાગમાં પણ કાજલની કોટડી જેટલી કાળી મેશ ભરેલી હશે એવું કદાજ એમને ખબર હશે જ. અને 21મી સદીના 21મા વર્ષે રોજ સવારે ધાર્મિક ચેનલો પર ઉપદેશોની સુનામીની વચ્ચે અમદાવાદ-ગુજરાત અને અન્ય શહેરો અને રાજ્યોમાં વર્તમાન મહામારીમાં એકબીજાને મદદ કરવાને બદલે જાણે કે ઇન્સાનિયત અને માણસાઇ પાતાળમાં ગરક થઇ ગઇ હોય તેમ ચારે બાજુ લૂંટ મચી છે લૂંટ. જિતના હો શકે ઉતના લૂંટ..! જાણે કે ,યે જિંદગી ના મિલેંગી દોબારા….ની જેમ ફરી ફરીને આવો મોકો ક્યાંથી મળશે..? એમ વિચારીને ગરીબ, લાચાર-બેબસ-મજબૂર અને બે હાથ જોડીને આજીજી કરતાં માણસને નિચોવી નાંખવાની જાણે કે હોડ ચાલી રહી છે..!

2020માં આવા દર્શ્યો નહોતા. 2021 શરૂ થયું અને ફેબ્રુઆરીમાં તો જે શરૂ થયું તે પછી તો એવી બુમ પડે કે આ ઇંજેકશન હોય તો બચી જવાય અને એ ય.. લોકોની લાઇનો લાગે. તેમાં વળી રાજકિય વાદ અને વિવાદ જો કે એ એક અલગ બાબત છે. પણ પછી તો યાદી વધતી જ ગઇ….ઇંજેકશન નથી…બેડ નથી…પ્રાણવાયુ નથી…જગ્યા નથી અને સોશ્યલ મિડિયામાં કોઇએ લખ્યું કે લિંબુથી સારૂ રહે છે એટલે 10-20 રૂપિયો મળતુ લીંબુનો ભાવ 130 રૂપિયો…! લૂંટ મચી હૈ લૂંટ…

ડોક્ટરો કહ્યું કે, વિટામિન-સીવાળા ફ્રૂટ્સ આવા સમયે ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, અને પછી…. હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી કે ફ્રુટવાલા એ આવો મોકો ક્યારે આવશે….? એમ વિચારીને 30-35 રબપિયો મળતી મોસંબીનો ભાવ 90થી 100 રૂપિયા…20 કે 30માં મળતુ નારિયેળનો ભાવ સીધા 100 રૂપિયા…સફરજનનો ભાવ 100થી સીધા 200 રૂપિયા..પાઇનેપલ 40થી 100 રૂપિયા… કપરાકાળમાં નિર્દોષ અને સામાન્ય જનતાને લૂંટવામાં આ જ કાળાના માથાના માનવીએ કાંઇ બાકી રાખ્યું નથી…..

દેશમાં બીજી લહેર દેશની સ્વાસ્થ્ય સિસ્ટમની કમર તોડી નાંખી છે. ઓક્સિજન, રેમડેસિવિયર ઈન્જેક્શન અને એમ્બ્યુલન્સોની અછતના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવા કપરા સમયમાં પણ ઘણા લોકો નફાખોરી કરવાનું ચૂકતા નથી. અને લોકોની પીડામાં વધારો થઈ રહ્યો છે અને કેટલાક તો બિચારા રડતા રડતા કહી રહ્યાં છે કે આવા સમયે પણ ખુલ્લી લૂંટ ચલાવનાર પોતાના પાપ ક્યાં જઇને ભોગવશે…?!

ચેન્નઈ અને ચેંગાલપેટમાં પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોએ ફરિયાદ કરી છે કે ખાનગી એમ્બ્યુલન્સ અને વાનના સંચાલકો મનફાવે તેવા ભાવ લઈ રહ્યા છે. તેઓ સામાન્ય કરતા બે ગણો ચાર્જ વસૂલી રહ્યા છે.

એક કિસ્સામાં ખાનગી એમ્બ્યુલન્સ ભાડા પેટે 10,000 રૂપિયાની માંગણી કરી હતી. અગાઉ તેનું ભાડુ 5000 હતું. કેટલીક એનજીઓ ગત વર્ષે લોકાની મદદ કરતી હતી પરંતુ હવે તેમણે પણ પોતાની સેવા ઘટાડી દીધી છે. તેમના કર્મચારીઓ અને ડ્રાઈવરો પણ કોરોનાા ચેપના ડરના કારણે કામ કરવાની ના પાડી રહ્યા છે. ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો પણ પોતાનો બચાવ કરી રહ્યા છે. ચેંગલાપેટમાં જોસેફ એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતા ફેલિક્સે કહે કે, તેમને હાલમાં તેમના ડ્રાઈવર અને સહાયક માટે પીપીઈ કિટના વધારાના 1500 રૂપિયા ખર્ચવા પડે છે.

અત્રતત્ર સર્વત્ર આવુ ચાલી રહ્યું હોવાની ફરિયાદો સોશ્યલ મિડિયા અને મિડિયામાં થઇ રહી છે.રાજસ્થાનમાં

ઉદયપુરના અંતિમધામમાં મૃતકના સંબંધી બનીને જજ પોતે પહોંચ્યા અને ત્યા વાત કરી તો , કોઈએ 2100 તો કોઈએ 15 હજાર માંગ્યા…!!

જેનાથી પ્રાણ બચે એ ઓક્સીજનના બાટલાના કાળા બજારના કિસ્સાઓ વાંચીને કોઇ વળી પોતાનો તો કોઇ નશીબનો તો કોઇ રાજકારણીઓનો દોષ કાઢતો હશે..તો કોઇ સીસ્ટમને જવાબદાર ગણાવે છે.

રેમડેસિવિરના ઇંજેકશનમાં રાતોરાત લાખોપતિ થવાના કાળા કામમાં ધોળો એપ્રન પહેરનાર પણ સંડોવાયેલા જણાયા…..!

ક્યાંક નર્સ સામેલ જોવા મળી તો ક્યાંક લેબ આસિ. પકડાયો.

નકલી રેમડેસિવિરના પણ કાળાબજાર ! હોટલ હયાતમાં રુમ રાખી ચલાવાતું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું..

ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડામાં ટ્રેપ ગોઠવીઃ વડોદરાથી 5000 નકલી ઇન્જેક્શનનો ઘટસ્ફોટ પણ થયો..

  • ચાંગોદરની કંપનીમાંથી 150 રુપિયાની કિંમતની દવા ખરીદી તેના ઉપર પાલડીમાં છપાવેલાં સ્ટિકર લગાવી 10-12 હજારમાં વેચાણ! અમદાવાદથી છ, વડોદરાના બે સૂત્રધાર ઝબ્બે..

કૌભાંડ-1 : 150 રુપિયાની એન્ટીબાયોટીક દવાને એન્ટીવાઈરલ રેમડેસિવિર ગણાવી 20થી 25 હજારમાં દર્દીને વેચાણ !

કૌભાંડ-2 એસવીપીનો પુરુષ નર્સ 3 રેમડેસિવિર સાથે કાળાબજાર કરતાં પકડાયો

કૌભાંડ-3 ઝાયડસમાંથી કર્મચારીએ લાવેલા સ્ટિેકર વગરના 24 રેમડેસિવિર બાપુનગરમાં પકડાયા

અમદાવાદની એસવીપી હોસ્પિટલના પૂર્વ કર્મચારી નિતેષએ અમદાવાદમાં 700 ડુપ્લિકેટ ઇન્જેક્શનો સપ્લાય કર્યા

  • નર્સિંગ કરનાર નિતેષ રેમડેસિવિરના લેબલો અને બોક્સ મોકલતો હતો,ન્યુમોનિયાની દવા ચાંગોદરથી ખરીદતા હતા…

મોતના સોદાગરોનો ખૂની ખેલ-વડોદરાની ફેક્ટરીમાંથી 2200 ડુપ્લિકેટ ઈન્જેક્શનો ઝડપાયા..

ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનોના કૌભાંડમાં આણંદ ખાતે

બી.ફાર્મ. પુત્રવધૂના લાઇસન્સ પર મેડિકલ સ્ટોર ચલાવતી સાસુ ઝડપાઇ

સાસુનો ધોરણ-8 સુધી અભ્યાસ,360 ડુપ્લિકેટ ઇન્જેક્શનો મેળવી આપ્યા…

આવા કાળા કામ કાળા માથાના માનવી દ્વારા કેટલાય સમયથી ચાલતુ હશે અને જેમણે નકલી બનાવ્યાં તે મોંઘા ભાવે ખરીદીને કોઇ પોતાના સ્વજનને બચાવવા લઇ ગયા તેવું શું થયું હશે…?! આ નકલખોરો તો જાણતા જ હતા કે દવા નકલી છે અને દર્દીને તેનાથી કોઉ ફાયદો થવાનો નથી…શું તેને ઇરાદાપૂર્વકની હત્યા ના કહેવાય…? કદાજ પુરાવાના અભાવે તેઓ છૂટી જશે પણ ઉપરવાલે કી અદાલત મેં ક્યા જવાબ દોંગે..? સાયકોલોજીકલી રીતે એવા માનસ ધરાવનારની આખી જન્મકુંડળી કાઢે વિદેશમાં. તેનો રેકોર્ડ રાખવામાં આવે. પણ આપણે ત્યાં..?

ઉપર દર્શાવ્યાં એવા કિસ્સા ગુજરાતની જેમ ઘણાં રાજ્યોમાં બન્યા છે અને ઘણાં પકડાયા છે. કેમ કે લોભ-લાલચ બધે છે, લોકોની લાચારીનો ગેરલાભ લેવાની મનોવૃતિ ગુજરાતથી ગૌહાટી, મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ સુધી કાળા માથાના માનવીમાં પડેલી જ છે. લોકોના જીવ સાથે ચેડાં કરનારા આવા લોકો માનવજાતના દુશ્મન અને દેશ વિરોધી જ કહી શકાય.મહામારી તો કાલે પૂરી થઇ જશે ત્યારે આવી કાળી મેશ કમાણી કરનારાઓ રૂપિયા ગણતા હશે ત્યારે શું વિચારશે…? બહાર કોઇ ગીત ગાતુ હશે- દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન..કિતના બદલ ગયા ઇન્સાન…ચાંદ ન બદલા સુરજ ન બદલા ના બદલા રે આસમાન..કિતના બદલ ગયા ઇન્સાન…!

 18 ,  1