September 20, 2021
September 20, 2021

દિલ્હી : દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

CM કેજરીવાલનો નિર્ણય, વેપારીઓને સ્ટોક નહીં કરવા અપીલ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે જેથી લોકોના જીવ બચાવી શકાય તેમ અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે. નોંધનીય છે કે, દિવાળી આ વર્ષે 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડા સ્ટોક કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતાં સંપૂર્ણ પ્રતિબંધ મોડો લાદવામાં આવ્યો હતો જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.

નોંધનીય છે કે, દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરનું ભૌગોલિક વિસ્તાર વધ્યું છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાનું સ્તર ખાસ કરીને શિયાળા દરમિયાન જોખમી શ્રેણીમાં પહોંચે છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા પરાલી સળગાવવાને કારણે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાનું સ્તર કેટલાક મહિનાઓ સુધી જોખમી શ્રેણીમાં રહે છે.

 43 ,  1