દિલ્હી : શાલીમાર બાગ વિસ્તારમાં મહિલાની નિર્દયતાથી પિટાઇનો વીડિયો વાયરલ

AAP વિધાયકે ગુંડા મોકલી મહિલાની કરાઇ પિટાઇ, Video વાયરલ થતાં ફરિયાદ

દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ. આ હુમલો 19 નવેમ્બરના રોજ થયો હતો. પીટાઈ બાદ મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક વિધાયક પર ગુંડા મોકલી પીટાઈ કરાવવાનો આરોપ છે. 

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે. 

મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા CCTV ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે. 

મહિલાની નિર્દયતાથી પીટાઈનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પીડિતાએ હુમલો કરાવવાનો આરોપ આમ આદમી પાર્ટીના શાલીમાર બાગથી વિધાયક વંદનાકુમારી પર લગાવ્યો છે. જો કે પોલીસને અપાયેલી ફરિયાદમાં વિધાયકનો ઉલ્લેખ જરૂર છે પરંતુ તેમના વિરુદ્ધ FIR દાખલ કરાઈ નથી. 

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી