September 23, 2021
September 23, 2021

ભારે તોફાન વચ્ચે હેલિકોપ્ટરમાં ફસાયા મનોજ તિવારી, કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હી ભાજપના અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મનોજ તિવારી ચૂંટણી યાત્રા દરમિયાન ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા, જ્યાં ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

ઉત્તરાખંડમાં ખરાબ વાતાવરણ અને ભારે પવનને કારણે મનોજ તિવારીનાં હેલિકોપ્ટરનાં પાયલટે દહેરાદૂનમાં ઇમરજન્સી લેન્ડ કરાવવનો નિર્ણય કર્યો હતો. દિલ્હી ભાજપનાં વડા તેમજ લોકસભા સાંસદ મનોજ તિવારી ભાજપનાં સ્ટાર પ્રચારક છે. તેમજ તેઓ રેલીને સંબોધવા ઉત્તરાખંડનાં પ્રવાસે હતાં, ત્યારે આ ઘટના બની હતી.

તો બીજી તરફ ખરાબ હવામાનને કારણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની રેલી પણ રોકવાની ફરજ પડી છે. બન્ને નેતાઓ સહારનપુર અને કૈરાનામાં સભા સંબોધિત કરવાનાં હતાં, જે ખરાબ હવામાનને કારણે રદ્દ થઇ છે.

 69 ,  3