મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, આ સેવા મળશે મફત

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં દિલ્હીવાસીઓ માટે લોભામણી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું છે કે જો તમે 200 યૂનિટ સુધી વીજળી વાપરો છો તો કોઈ જ બિલ નહીં આવે. જો 200 યૂનિટથી વધારે ખર્ચ કરશો તો તેણે પહેલા માફક પુરુ બિલ ચુકવવું પડશે.

દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્ષ 2013માં 200 યૂનિટ વીજળીના વપરાશ પેટે અંદાજે 900 રૂપિયા વીજ બિલે ચૂકવવું પડતું હતું. અમારી સરકારમાં આ બિલ ઘટાડીને 477 રૂપિયા થયું છે.

હવે દિલ્હીવાસીઓને આ પેટે કોઇ પૈસા ચૂકવવા નહીં પડે. દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં વીજ કંપનીઓની ખોટ 17 ટકાથી ઘટીને 8 ટકા થઇ છે. દિલ્હીમાં રહેનારા લોકો કે જે 200 યૂનિટ કે ઓછી વીજળી વપરાશ કરે છે એમને હવે બિલ ભરવાની જરૂરત નથી.

આ પહેલાં કેજરીવાલે દિલ્હીમાં મહિલાઓ માટે મેટ્રો, ડીટીસી અને ક્લસ્ટર બસોમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરી હતી. કેજરીવાલે જૂનમાં કહ્યું હતું કે, આ મહિને નવી બસ આવવાની શરૂઆત થઈ જશે. આ મહિને જ 25થી 30 નવી બસો આવી જશે.

આગામી 12 મહિનાની અંદર 3 હજાર જેટલી બસો દિલ્હીમાં આવશે. દરેક બસોમાં કેમેરા હશે. આ યોજના પર અંદાજે 700-800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બધો ખર્ચ દિલ્હી સરકાર ઉપાડશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી