ગુરુગ્રામની ઘટના પર ભડક્યા કેજરીવાલ, વડાપ્રધાનને ગણાવ્યા હિટલર

ગુરુગ્રામમાં હોળી પર્વ પર એક મુસ્લિમ પરિવારને માર મારવાની ઘટના પર રાજકારણ ગરમાયું છે. વિપક્ષો સતત મોદી સરકારને ઘેરી રહી છે. ત્યારે આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં સીએમ કેજરીવાલે વડાપ્રધાન મોદીની તુલના હિટલર સાથે કરી. તેમણે જણાવ્યુ કે, હિટલર સત્તા માટે લોકોને માર મારતો હતો. તેવી જ રીતે મોદીજી પણ સત્તામાં રહેવા માટે હિટલરના બતાવેલા રસ્તા પર ચાલી રહ્યા છે.

વધુમાં કેજરીવાલે કહ્યું છે કે, આ લોકો હિન્દુ નથી. હિન્દુઓના વેશમાં ગુંડા છે. દેશના દરેક લોકો અને હિન્દુઓએ આ લોકોથી બચવું ખૂબ જરૂરી છે.

તમને જણાવી દઇએ, ગુરુગ્રામમાં એક મુસ્લિમ પરિવારના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. તે મામલે અહીં કોઈ વિવાદ થયો હતો. જેમાં કેટલાક અસામજિક તત્ત્વોએ એક મુસ્લિમ યુવકની બેરહેમીથી પિટાઇ કરી હતી. ત્યારબાદ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

કેજરીવાલે પણ આ મારામારીનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમા મુસ્લિમ પરિવાર સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હરિયાણા પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે 12 શખ્સ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.

 63 ,  3