ભાગેડુ વિજય માલ્યાને કોર્ટે આપ્યો ઝટકો, બેંગલૂરુની સંપત્તી થશે જપ્ત

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાની બેંગલુરુમાં આવેલી સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે, માલ્યાએ ફેરાના નિયમનું ઉલ્લંઘન કર્યુ જેથી તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે. કોર્ટ આ પ્રકારનો આદેશ ઈડીના વકીલની દલિલ બાદ આપ્યો છે. કોર્ટે રાજ્ય પોલીસને 10 જુલાઈ સુધી માલ્યાની સંપતિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

મળતી વિગત મુજબ, પોલીસે માલ્યાની 159 સંપત્તિની ઓળખ કરી છે. પરંતુ આ તમામ સંપત્તિને અત્યાર સુધી જપ્ત કરવામાં આવી નથી. આ પહેલા કોર્ટે આઠ મેના રોજ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ માલ્યાની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

 43 ,  3