દિલ્હીઃ ડ્રગ્સની હેરાફેરી કરનાર ગેંગનો પર્દાફાશ, પેટમાં હતી 10 કરોડની ડ્રગ્સ…

નવી દિલ્હીઃ અફ્ઘાનિસ્તાનથી દિલ્હીમાં ડ્રગ્સ (હેરોઈન) લાવનાર એક શખ્સની ગેંગનો પર્દાફાશ થયો છે. આ લોકો ડ્રગ્સ વાળી કેપસ્યૂલ પેટમાં સંતાડીને લઈને જતા હતા. તેના બદલામાં તેમને લાખ-લાખ રૂપિયા સુધી મળતા હોય છે. જોકે ગુપ્તચર ઈનપૂટ્સની મદદથી આ ગ્રપના 7 લોકોને ઈંદિરા ગાંધી ઈંટરનેશનલ એરપોર્ટથી પકડી પાડવામાં આવ્યા છે. તે તમામના પેટમાંથી 20થી 40 કેપસ્યૂલસ હતી. સાતેયએ પેટમાં કુલ 177 કેપસ્યૂલ સંતાડી રાખેલી હતી તે હવે ઝડપાઇ ગઈ છે. પકડાયેલી ડ્રગ્સની કુલ કિંમત 10 કરોડ રૂપિયા આસપાસ થાય છે. બે લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તે લોકો ભારતમાં જ રહેતા હતા, તેમને રિસીવર પણ બતાવાયા છે.

તમામ લોકોને એનસીબી (Narcotics Control Bureau)એ પકડી પાડ્યા હતા. શંકા જવા પર તેમની તલાશી લેવાઈ અને રોકવામાં આવ્યા હતા. જોકે તેમના સામાનમાંથી કાંઈ મળ્યું ન હતું. બાદમાં તેમનું સ્કેનિંગ અને એક્સ-રે તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ જોઈને બધા હેરાન થઈ ગયા હતા. તમામમા પેટમાં ડ્રગ્સ વાળી કેપસ્યૂલ્સ હતી. તેને કઢાવા માટે એનસીબીએ 10 ડઝન જેટલા કેળા આ આરોપીઓને ખવડાવ્યા હતા.

આ ગોળીઓ તેમના પેટમાં કેવી રીતે ગઈ તે સવાલની જાણકારી પણ ગેંગના શખ્સોએ આપી હતી. તેમના કહ્યા મુજબ, મધ અને એક સ્પેશ્યલ તેલની મદદથી તેમણે ગોળીઓને પેટમાં નાખી હતી. આ શખ્સો અફ્ઘાનિસ્તાનથી દિલ્હી સુધી જમવાનું કે પાણી પણ પીધા વગર આવ્યા હતા. તેમનો પ્લાન હતો કે આ 177 કેપસ્યૂલ્સ હોટલમાં જઈને નીકાળવામાં આવે. તબીબોએ રહેમતુલ્લાહ પાસેથી 28 કેપસ્યૂલ, ફૈઝ પાસેથી 38, હબીબુલ્લાહ અને વદૂદ બંને પાસેથી 15, અબ્દુલ હમીદ પાસેથી 18, ફૈઝલ અહેમદ પાસેથી 37 અને નૂરજઈ કબીર પાસેથી 26 કેપસ્યૂલ નીકાળી હતી.

 6 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર