દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમન ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય ડીડીસીએ કર્યો છે. અરૂણ જેટલીનું શનિવારે એમ્સમાં નિધન થયું હતું. અરૂણ જેટલી લાંબા સમય સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યાં હતા.
અરુણ જેટલીના ડીડીસીએના કાર્યકાળ દરમિયાન, સ્ટેડિયમને નવી સુવિધામાં ફેરવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. તે દરમિયાન વિશ્વ-વર્ગના ડ્રેસિંગ રૂમ બનાવવા ઉપરાંત વધુ ચાહકોને સમાવવાની ક્ષમતામાં વધારો થયો હતો. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય રમત મંત્રી કિરેન રિજિજુ ઉપસ્થિત રહેશે.
40 , 1