દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન ફગાવતા કહ્યું-ચિદમ્બરમ જ સૂત્રધાર

આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં ફસાયેલા પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પર મંગળવારે ધરપકડનો ખતરો તોળાયો હતો. દિલ્હી હાઈકોર્ટે પણ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીનઅરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, ચિદમ્બરમને પ્રથમ દૃષ્ટિએ આ કૌભાંડના મુખ્ય કાવતરાખોર ગણીને તટસ્થ તપાસ માટે તેમને હિરાસતમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે.

જોકે, ધરપકડથી બચવા તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને સલમાન ખુરશીદ સાથે સુપ્રીમકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ સુપ્રીમકોર્ટે તુરંત કાર્યવાહીનો ઈનકાર કરીને તેમને બુધવારે સવારે આવવાનું કહ્યું હતું.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી