કર્ણાટકમાં દિલ્લીવાળી ઘટના બની, ઓક્સીજનના અભાવે 24ના મોત…

દુર્ઘટના બાદ 250 ટન ઓક્સીજનનો જથ્થો મોકલાયો..પણ શું કામનું..?-લાગણી

વર્તમાન સમયે દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો છે, હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા. છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની અછતના કારણે લોકો મરી રહ્યા છે. ત્યારે આજે વધુ આવી એક આવી દુઘર્ટના બની છે. જેમાં 24 લોકોના જીવ ગયા છે. ઘટના કર્ણાટકમાં બની છે.

કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછત અછતના પગલે 24 લોકોના મોત થયા છે. આ ઘટના ગઇકાલ મધ્યરાત્રિની છે, જ્યારે ચામરાજનગરની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 24 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર માટે 250 ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે.

ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દુર્ઘટના બની છે. જાણવા મળી વિગત પ્રમાણે જે લોકોના મોત થયા છે, તેમાંથી મોટાભાગના લોકો વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાઇ બંધ થઇ જતા આ લોકો તડપી તડપીને મોત થયા છે. પોતાના સ્વજનોને નજર સામે તડપી તડપીને મરતા જોતા પરિજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

 46 ,  2