September 27, 2020
September 27, 2020

દિલ્હી સહિત અનેક શહેરોમાં આજથી મેટ્રો સેવાનો પ્રારંભ

કોરોના મહામારીને ધ્યાને રાખીને કોચની સફાઈ અને ડિસઈન્ફેક્ટ સાથે તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ

દિલ્હી, લખનઉ, ચૈન્નઈ, કોચ્ચી, બેંગાલુરૂ, હૈદરાબાદ અને અમદાવાદમાં મેટ્રો સેવા તબક્કાવાર આજથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં દિલ્હી મેટ્રો સેવા સવારે 7 થી 11 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચાલશે. મેટ્રોની સામાન્ય સેવા 12 સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે. જો કે કન્ટેનમેન્ટ ઝોનમાં મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહારનું દ્વાર બંધ રહેશે. પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ બાદ જ પ્રવાસ કરવા દેવાશે. સ્ટેશનના પ્રવેશ દ્વાર ઉપર પ્રવાસીઓ માટે સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

આ સાથે બેંગલુરુ મેટ્રો પણ આજથી શરૂ થઇ રહી છે. પ્રથમ તબક્કામાં છ કોચ વાળી ટ્રેન પૂર્વથી પશ્રિમ માર્ગ ઉપર સવારે 8 થી 11 વાગ્યા સુધી અને સાંજે સાડા ચાર થી સાડા સાત સુધી દોડશે. પ્રવાસીને સુરક્ષિત અંતર બનાવી રાખવા અને માસ્ક પહેરવાની સાથે જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત લખનઉમાં પણ આજથી મેટ્રો સેવાની શરૂઆત થઈ છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર