September 18, 2021
September 18, 2021

દિલ્હીના ધારાસભ્યોના વેતનમાં વધારો, જાણો કેટલો વધારો થયો

ધારાસભ્યોના વેતનમાં વધારાને કેબિનેટની મંજૂરી

દિલ્હી કેબિનેટે આજે ધારાસભ્યોના વેતન અને ભથ્થા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નવા પ્રસ્તાવ મુજબ હવે દિલ્હીના ધારાસભ્યોને દર મહિને 30,000 રૂપિયા બેઝિક વેતન મળશે જ્યારે અત્યાર સુધી દિલ્હીના ધારાસભ્યોને દર મહિને 12,000 હજાર રૂપિયાનો પગાર મળતો હતો.

ઉપરાંત, આજે મંગળવારે દિલ્હી કેબિનેટ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં ધારાસભ્યોને પગાર અને અન્ય ભથ્થા સહિત કુલ 90,000 રૂપિયા પ્રતિ માસ મળશે. જ્યારે હાલમાં ધારાસભ્યોનો પગાર અને ભથ્થા મળીને 54,000 રૂપિયા પ્રતિ માસ છે.

દિલ્હી ધારાસભ્યોનું નવું પ્રસ્તાવિત વેતન ભથ્થામાં બેઝિક વેતન 30 હજાર રુપિયા, ચૂંટણી ક્ષેત્ર ભથ્થું 25 હજાર, સચિવાલય ભથ્થઉ 15 હજાર, વાહન ભથ્થુ 10 હજાર અને ટેલિફોન ભથ્થુ 10 હજાર રુપિયા છે.

કેન્દ્ર સરકારે અગાઉના પ્રસ્તાવ પર સૂચનો આપ્યા હતા, સૂત્રો અનુસાર, વર્ષ 2015 માં દિલ્હી સરકારે દિલ્હી વિધાનસભામાંથી ધારાસભ્યોનો પગાર વધારવા માટે કાયદો પસાર કર્યો હતો અને તેને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. કેન્દ્ર સરકારે આપેલા સૂચન પર, દિલ્હી કેબિનેટે નવા પ્રસ્તાવ પર ચર્ચા કરી અને મહોર લગાવી છે.

 30 ,  1