દિલ્હી-NCRમાં શાળા-કોલેજો આગામી આદેશ સુધી ‘લોક’, ટ્રકોને NO-એન્ટ્રી

પ્રદૂષણને લઈને કડક પગલાંની જાહેરાત

દિલ્હી-NCRમાં પ્રદૂશણથી સ્થિતિ વધુ બગડતા કમીશન ફોર ઓર ક્વોલિટી મોનિટરિંગ (CAQM) તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને આગલી સૂચના સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ સંસ્થાન, જે કોરોના મહામારીના કારણે અત્યાર સુધી બંધ હતા અને ખુલ્યા હતા. તેમને પાછા ઓનલાઈન અભિયાન માટે જવું પડ્યું.

મંગળવારે રા વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ આયોગ (સીએક્યૂએમ)એ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સંકટને પહોંચી વળવા માટે દિલ્હી, હરિયાણા,
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારો સાથે બેઠક કરી હતી જે બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. 22 નવેમ્બરે સરકારો કમ્પલાયંસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

સીક્યૂએમ દ્વારા જારી 9 પાનાના આદેશમાં એનસીઆર સરકારો (દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ)ને સલાહ આપવામાં આવી છે કે 21 નવેમ્બર સુધી ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. તેમજ દિલ્હી એનસીઆરમાં સરકારી કર્યાલયોમાં પણ ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓને 21 નવેમ્બર સુધી ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. ખાનગી સંસ્થાનોને આ માટે પ્રોત્સાહિત કરવામાં આવે જેતી વાહનોથી થતું પ્રદૂષણ રોકી શકાય.

ટ્રકની એન્ટ્રી પર પ્રતિબંધ

જરુરી સામાન લઈ જનારા ટ્રકોને છોડીને 21 નવેમ્બર સુધી ટ્રકોને દિલ્હીમાં પ્રવેસ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

કન્સ્ટ્રક્શન કામગીરી પર પ્રતિબંધ

દિલ્હી- એનસીઆરમાં અપવાદોને થોડીને તમામ કન્સ્ટ્રક્શન અને મકાન પડવાની ગતિવિધિઓ પર 21 નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે.

50 ટકા સ્ટાફ સાથે વર્ક ફ્રોમ હોમ

દિલ્હી-NCRમાં 21 નવેમ્બર સુધી 50% સ્ટાફ સાથે વર્ક ફ્રોમ હોમ મોડમાં કામ કરવા કહેવામાં આવ્યું છે એટલુ જ નહીં વર્ક ફ્રોમ હોમ માત્ર સરકારી નહીં ખાનગી ઓફિસમાં પણ લાગુ થશે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી