પુલવામાં હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કી જૈશનો આતંકી દિલ્હીથી ઝડપાયો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જૈશના આતંકી સાજિદ ખાનની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. મળતી વિગત મુજબ, આતંકી સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમા હતો. આતંકી સાજિદ પુલવામા હુમલા પહેલા દિલ્હી આવ્યો હતો. હાલ પોલીસે સાજિદની સઘન પૂછપરછ શરૂ કરી છે.

તપાસમાં જાણવ્યા મળ્યું છે કે સાજિદ કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હતો. સુત્રો મુજબ જૈસે તરફથી આતંકી સાજિદને એક મોટી જવાબદારી સોપવામાં આવી હતી. પુલવામા હુમલામાં પણ તેની ક્યાંક સંડોવણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ એનઆઇએની ટીમ પણ આતંકી સાજિદને લઇ પૂછપરછ કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા હતા. અને આ હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જે બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણાને નેસ્ત નાબુદ કર્યા હતા.

 46 ,  3