ખેડૂતોની હિંસા પર દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુની અટકાયત : 25 FIR દાખલ

પોલીસે 200 ઉપદ્રવીઓની ધરપકડ કરી, તોફાન અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ

72મા ગણતંત્ર દિવસના અવસરે મંગળવારે રાજપથ અને લાલ કિલ્લા પર બે બિલકુલ અલગ-અલગ દૃશ્યો જોવા મળ્યો. રાજપથ પર જ્યાં એક તરફ ભારતીયોએ ગણતંત્ર દિવસ પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન જોયું, બીજી તરફ પ્રદર્શનકારી ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને મુગલકાલીન લાલ કિલ્લા પહોંચી ગયા હતા.

દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં અનેક સ્થળો પર ઘર્ષણ થયું, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઊભી થઈ. આ દરમિયાન આખો દિવસ હિંસા થઈ. આ દરમિયાન ઘાયલ થનારા ખેડૂતોની વાસ્તવિક સંખ્યાની જાણકારી નથી પરંતુ દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમના 86 કર્મી ઘાયલ થયા છે. તેમાંથી 41 પોલીસકર્મી લાલ કિલ્લા ખાતે ઘાયલ થયા.

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના અવસરે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડને તોફાની બનાવવા અને હિંસા આચરવાના મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 200 જેટલા પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જેમના પર દિલ્હીમાં હિંસા કરવા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓને ઈજા પહોંચાડવાના આરોપ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી 22 એફઆઈઆર દાખલ થઈ છે. 

ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અને નેશનલ ફ્લેગના અપમાન બદલ એક વકીલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે. અરજીમાં કોર્ટના રિટાયર્ડ જજોની 3 સભ્યની કમિટી બનાવવા અને 26 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાઓ પર ન્યાયિક તપાસની માગણી કરાઈ છે. આ ઉપરાંત અરજીકર્તાએ કોર્ટ પાસે FIR દાખલ કરવાના નિર્દેશ આપવાની પણ માગણી કરી છે. 

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર