દિલ્હીમાં પોલીસ અને બદમાશો વચ્ચે ગોળીબાર

ચાર લાખ ઇનામી બે બદમાશોને પોલીસે દબોચી લીઘા

દેશની રાજધાની દિલ્હીમાં અથડામણ દરમિયાન 4 લાખ ઇનામી કૃખ્યાત બદમાશોને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. સવારે પોલીસ અને બદમાશો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં બદમાશોને પગમાં ગોળી વાગી હતી. આ દરમિયાન ભાગવામાં અસફલ થતાં પોલીસે ઝડપી લીઘા હતા.

આજે સવારે દિલ્લી ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે, પ્રગતિ મેદાન પાસે દિલ્લીના બે આરોપીઓ, રોહીત ચૌધરી અને ટીટુને પકડવા ગઈ હતી. એ દરમિયાન, બન્ને ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. અને ભાગી નિકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ પણ સ્વબચાવમાં ગુનેગારો સામે ગોળીબાર કર્યો હતો. જેમાં રોહીત ચૌધરી અને ટીટુને પગમાં ગોળી વાગતા તેઓ ભાગી શક્યા નહોતા. અને પોલીસે બન્ને ઈજાગ્રસ્ત આરોપીઓને પકડીને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

દિલ્લી પોલીસે દિલ્લીને ગુના મુક્ત કરાવનું સફાઈ અભિયાન હાથ ધર્યું છે. દેના ભાગરૂપે વર્ષોથી હાથ ના લાગેલા અને એકના એક જ ગુના કરતા આરોપીઓને પકડીને જેલભેગા કરવાના કામને અગ્રતા આપી છે. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના હાથે ઈજા પામેલ રોહીત અને ટીટુ પૈકી એકના માથે ચાર લાખનું અને બીજાના માથે બે લાખનું ઈનામ રાખ્યુ હતું.

 54 ,  1