દિલ્હી પોલીસને ચિંતા- 26મીએ કિસાનો ટ્રેક્ટરો સાથે હાઇવે પર ધામા નાંખીને બેસી ગયા તો..?

કિસાન પરેડમાં સરકાર વિરોધી ઝાંકીઓ રજૂ થવાની શક્યતા

દેશની રાજધાની દિલ્હીમાં એક તરફ 26મીની  જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોને પરેડના સ્થળે વિના અવરોધે લાવવા-લઇ જવાના બંદોબસ્તમાં કિસાનો કોઇ મુશ્કેલી ઉભી ના કરે તેની ચિંતાની સાથે પોલીસને અને તંત્રને એની પણ ચિંતા છે કે  કિસાનોને 26મીએ આપેલી ટ્રેક્ટર પરેડમાં જોડાયેલા સોંકડો કિસાનો 100 કિ.મી. લાંબી પરેડ પૂરી થયા બાદ પાછા ધરણાંના સ્થળે ના જાય તો..?!

સૂત્રોએ કહ્યું કે પોલીસે કિસાનોને 26મીએ ટ્રેક્ટર પરેડ યોજવાની મંજૂરી આપી છે અને રીંગ રોડ પર આ પરેડ યોજાવાની છે. દિલ્હી માં પ્રવેશવા માટે  રિંગ રોડનો ઉપયોગ કરાય છે. એવી આશંકા છે કે કિસાનો રિંગ રોડ પર પરેડ પૂરી થાય તે પહેલા એવા સ્થળે ટ્રેક્ટરોને રસ્તા પર મૂકી દે કે અન્ય વાહનોને આવવા જવામાં મુશ્કેલી પડી શકે અને આવુ તમામ પ્રવેશના રસ્તે થાય તો દિલ્હીમાં કોઇ પ્રવેશી જ ના શકે અને ભારે વિરોધ વંટોળ પોલીસ અને સરકાર સામે ફાટી નિકળે એવી કોઇ ગણતરી સાથે આંદોલનકારીઓ  પરેડ યોજવા માંગે છે કે કેમ..એવી સવાલો થઇ રહ્યાં છે. અને જો ખરેખર તેમ થાય તો કિસાનોને ત્યાંથી હટાવવા માટે પોલીસને ભારે બળનો ઉપયોગ કરવો પડે અને કિસાનો જે ઇચ્છે છે તેમ ઘર્ષણની સ્થિતિમાં સ્થિતિ કાબુ બહાર જતી રહે અને સરકાર બદનામ થાય…! પોલીસે કિસાન સંગઠનો પાસેથી ખાતરી માંગી છે કે 100 કિ.મી. પરેડ પૂરી થયા બાદ શાંતિપૂર્વક વિખેરાઇ જવું..!

કિસાન પરેડમાં કિસાન કાર્યકરો લાઠી દાવના બહાને લાઠીઓ સાથે જોડાય તો પોલીસના બળ પ્રયોગ એટલે લાઠીચાર્જનો જવાબ કિસાનો લાઠી વડે આપે એવી ભયાવહ શક્યતાઓ જોવામાં આવી રહી છે. 26મીની સરકારી પરેડમાં જેમ અલગ અલગ ઝાંકીઓ-ટેબ્લો રજૂ થાય છે તેમ કિસાન પરેડમાં ટેક્રક્ટર ટ્રોલીમાં વર્તમાન સરકારના રાજમાં કિસાનોની ભારતમાં કેવી હાલત છે તેવા ટેબ્લો બનાવવામાં આવ્યાં છે જે પરેડમાં રજૂ થશે. કિસાન પરેડના કવરેજ માટે દેશ-વિદેશથી સંખ્યાબંધ મિડિયા ચેનલો પણ આંદોલનના સ્થળે પહોંચી  હોવાનું જાણવા મળે છે.

 45 ,  1