દિલ્હીમાં ગેંગવૉરમાં શૂટઆઉટ, કોર્ટ પરિસરમાં કુખ્યાત સહિત ચારના મોત

મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને ગોળી મારી દેવામાં આવી

રાજધાની દિલ્હીમાં ગેંગવૉરની ઘટના સામે આવી રહી છે, આજે બપોરે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયો અને તે બાદ હુમલો કરનારાઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે અને બધા જ મૃતકો હુમલાખોરો હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીની રોહિણી કોર્ટમાં શુક્રવારના ફાયરિંગની ઘટના બની છે. અહીં કોર્ટ નંબર બેમાં રજૂ કરવામાં આવેલા દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને ગોળી મારી દેવામાં આવી છે. જિતેન્દ્રને બે વર્ષ પહેલા જ સ્પેશિયલ સેલે ગુરૂગ્રામતી ધરપકડ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે વિરોધી ગેંગે જિતેન્દ્ર પર હુમલો કર્યો છે.

દિલ્હી પોલીસ અનુસાર બે હુમલાખોરો વકીલ બનીને કોર્ટ પરિસરમાં આવ્યા હતા અને તે બાદ ગેંગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી હતી. નોંધનીય છે કે પોલીસ જિતેન્દ્રને કોર્ટ રૂમ લઈને આવી હતી. 

મીડિયા અહેવાલ અનુસાર આ શૂટઆઉટ અને ગોગીની હત્યા પાછળ ટિલલુ ગેંગનો હાથ હોય શકે છે. જે હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે તેમાંથી બંને ગુંડા જ હોવાનું જાણવા મળ્યું છે, એકની ઉપર તો પચાસ હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી