દિલ્હી : ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો બે મોટા નેતાઓ આપમાં જોડાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દળ બદલવાનો સિલસિલો ચાલી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ મહાબલ મિશ્રણ દીકરા વિનય મિશ્રા સોમવારે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કારણકે મહાબલ મિશ્રાની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થઇ રહી છે.

ખાસ કરીને દિલ્હીમાં તેઓ પાર્ટીના પૂર્વાંચલી નેતા તરીકે જાણીતા છે. મહાબલ મિશ્રા પશ્ચિમી દિલ્હીના સાંસદ રહ્યા છે, દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય રહ્યા છે અને 1997માં નિગમના પાર્ષદ પણ રહ્યા છે. વિનય મિશ્રા 2013 વિધાનસભા ચૂંટણી,આ કોંગ્રેસની ટિકિટ પરથી પાલમ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. વિનય મિશ્રા કોંગ્રેસના નેતા પણ રહ્યા છે.

વિનય મિશ્રાની સાથે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રામ સિંહ નેતાજી પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આ બંન્નેને આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરાવી હતી. આ ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે મહાબલ મિશ્રાની ગણના દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓમાં થાય છે.

 5 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર