‘સ્કેમ’થી જાણીતા બનેલા પ્રતિક ગાંધીની ધરપકડની માંગ

ભવાઇ ફિલ્મ બેન કરવાની માંગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ

`સ્કેમ 1992`થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીની ફિલ્મ `ભવાઈ` પહેલી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ ટાઈટલને લઈ વિવાદમાં આવી હતી. આ વિવાદ હજી પણ ચાલુ છે અને હવે સોશિયલ મીડિયામાં #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગ ટ્રેન્ડ થયાં હતા.

પહેલા આ ફિલ્મનું નામ `રાવણ લીલા` હતું, પરંતુ વિવાદ થતાં આ ફિલ્મનું નામ બદલીને `ભવાઈ` કરવામાં આવ્યું. આ વિવાદ વિવાદ હજી પણ ચાલુ જ છે અને સો.મીડિયામાં #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગ ટ્રેન્ડ થયા હતા. સોશિયલ મીડિયામાં યુઝર્સે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. 

આ ફિલ્મને લઇને આખરે શું વિવાદ છે. તેના વિશે વાત કરીએ તો, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો હતો. ફિલ્મના કેટલાક સંવાદમાં રામનું અપમાન થતું હોવાનું અને રાવણની પ્રશંસા કરવામાં આવતાં ધાર્મિક ભાવના દુભાતા હિન્દુની ધાર્મિક લાગણી દુભાતા  વિવાદ સર્જાયો છે.

ફિલ્મનો વિરોધ ઉગ્ર બનતા આ મામલે પ્રતિક ગાંધીએ બચાવમાં કહ્યું હતું કે, “ આ ફિલ્મ બે કલાકારોની પ્રેમ કહાણી છે. અહીં કથાનક અને સંવાદનું ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાથી વિરોધ થઇ રહ્યો છે હકીકતમાં ફિલ્મમાં કોઇની ઘાર્મિક ભાવના દુભાય તેવું કોઇ જ કન્ટેન્ટ નથી.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી