હાલની પેન્શન સ્કીમમાં ફેરફાર અને જુની પેન્શન સ્કીમ લાગુ કરવા માંગ

નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયુ

રાજ્યના પેન્શનરો માટેની હાલની અમલી પેન્શન સ્કીમમાં ફેરફાર તેમજ જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ત્રણ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્યના વિકાસમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપવા સરકારના જ ધિકારીઓ કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

આવેદનપત્રમાં ભારત સરકારની નવી પેન્ષન યોજનામાં વખોતોવખત થયેલા સુધારા મુજબ એનપીએસ ધારકના અવસાન બાદની કુટુંબ પેન્શનની જોગવાઇ ભારત સરકારની તર્જ ઉપર ગુજરાતમાં શરૂ કરવી. ભારત સરકાની જેમ પેન્શન કપાતમાં ગુજરાત સરકારનો ફાળો 10 ટકાના સ્થાને 14 ટકા કરવો. હાલ જેટલા પણ સુધારા થાય છે તે તમામ તાત્કાલિક પાશ્ચાતવર્તી અસરથી લાગુ કરવા અને ભવિષ્યમાં વખતોવખત થનાર સુધારાઓ પણ તુરંત જ mutain mutandis લાગુ થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવા વર્ગ-3 અને 4ના કર્મચારીઓના અકાળે અવસાન થવાના કિસ્સામાંરકાર દ્વારા અપાતી ઉચ્ચક નાણાકીય સહાય વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓના કિસ્સામાં પણ આપવાની જોગવાઇ કરવી.

આગામી નાણાકીય વર્ષથી ગુજરાત સરકારના તમા અધિકારીઓ, કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી જીપીબી સહિત જુની પેન્શન સ્કીમ અમલી કરવી જેવી માંગણીઓ રજુ કરી છે. એવું NOPRUF ગુજરાત યુનિટ જનરલ સેક્રેટરી આશિષ કુહાડીયાએ એક યાદીમાં જણાવ્યું હતું.

 1,343 ,  1