September 19, 2021
September 19, 2021

પાકિસ્તાનની જેલમાં કેદ 558 માછીમારોને મુક્ત કરાવવાની માંગ

માછીમારોની પત્નીઓએ PM મોદીને કરી અપીલ

પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. રાજકોટ ખાતે માછીમારોને સંગઠનોએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં માછીમારોની પત્નીઓએ  કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે તો અમારા પતિ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. જે માછીમારી કરવા જ ગયા હતા. તેને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ છે.

પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને લઈને નેશનલ ફિશ વર્કર્સ ફોરમ તેમજ ગુજરાત માછીમારની સંસ્થાઓ આગળ આવી છે. જેમને જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય 558 માછીમારો કેદ છે. 250 કરતા વધુ માછીમારોની ઓળખ કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 18 માછીમારોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જે માછીમારો કેદ છે તેને કેવી રીતે મુક્ત કરી શકાય તેને લઈને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું જતીનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

છેલ્લા 2 વર્ષથી માછીમારની ઘરે ચિઠ્ઠી પણ આવી નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માછીમારોની પત્નીઓએ માંગ કરી છે કે તેના પતિને પાકિસ્તાનની જેલમાંથી 15 ઓગષ્ટના મુક્ત કરાવો. અગાઉ 6 મહિના થી 1 વર્ષમાં માછીમારોને મુક્ત કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા 2 થી 4 વર્ષ થી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. અનેક નેતાઓને રજૂઆતો છતાં મુક્ત કરવામાં આવ્યા ન હોવાનો માછીમારોની પત્નીઓએ આરોપ લગાવ્યો હતો. જ્યારે જતીન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે કેન્દ્ર સરકાર ડોકટરોની ટીમને પાકિસ્તાન જેલમાં મોકલી માછીમારોની તપાસ કરાવે તેવી માંગ છે. 

 56 ,  1