સંક્રમણ વધતા ફરી ઓફલાઇન શિક્ષણ બંધ કરવા ઉઠી માંગ..

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવદન

ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ મુદ્દે મોટી જાહેરાત કરી છે. 

વાઘાણીએ કહ્યું કે, ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ સાથે અમારો વિભાગ પરામર્શમાં છે. અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે.  એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે. ઓફલાઇન જેમને ભણવું છે, તેમના માટે વ્યવસ્થા સૂચારું રૂપે બને એના માટે એજ્યુકેશન વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી