પ્રાંતિજના સીતવાડા ખાતે મંજુર થયેલ ચેકડેમ બનાવવા માટે ગામજનો સહિત ખેડુતોની માંગ

ચેકડેમ બનાવવાની જગ્યાને લઈને બે જિલ્લાના લોકોમા ખેંચતાણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સીતવાડા પાસે આવેલ સાબરમતી નદીમા ચેકડેમ બનાવવામા આવે તે માટે સીતવાડા ખાતે આજે ૨૦ વધુ ગામોના ગામજનો આગેવાનો અને ખેડૂતો એકઠા થયા હતા અને સીતવાડાથી પોયડા ખાતે જ ચેકડેમ બને તે માટે રજુઆતો કરવામા આવી હત

પ્રાંતિજના સીતવાડા ખાતે ચેકડેમ બનાવવા માટે ગામજનો સહિત ખેડૂતો ગામ આગેવાનો સહિત ૨૦થી વધુ ગામના આગેવાનો ખડેતો સીતવાડા ખાતે આવેલ રામજીમંદિર ખાતે બેઠક યોજાઇ હતી જેમા ૨૦૧૬ થી ખેડુતોની માંગ અને સાંસદ દિપસિંહ રાઠોડ તથા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા રજુઆતોને લઈને આખરે આ વિસ્તારના લોકો માટે ડેમ મજુર થયો છે અને હાલ ડેમ મજુર થયા બાદ જગ્યાને લઈને બે જિલ્લાના લોકોમા ખેંચતાણ ચાલી રહી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ માધવગઢ મા ડેમ બનવાની વાતને લઈને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અને વિવિધ ૨૦ થી પણ વધારે ગામના ગ્રામજનો સીતવાડા ખાતે આવેલ રામજી મંદિર ખાતે એકઠા થયા હતા અને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા અને પોયડા વચ્ચોવચ ચેકડેમ બનાવવામા આવે તે માટે એક સાથે રજુઆત કરી હતી જેમા સીતવાડા , ઓરાણ , પોયડા , ઈન્દ્રાજપુર , બોભા , મજરા, તાજપુર, લીમલા , વડવાસા, અનવરપુરા , ધડકણ , સુખડ, સદાના મુવાડા, પુનાદર , કરોલ સહિત અન્ય ગામોના લોકોને સીતવાડા સાબરમતી નદી મા ચેકડેમ બનશે તો લાભ થશે ત્યારે માધવગઢ ગામ નીચે ની ભાગે આવેલ હોવાથી સદર ગામનેજ લાભ થાય તેમ છે. જેથી જો સાબરમતી નદી ઉપર બનાવવામા આવનાર ચેકડેમ જો સીતવાડા-પોયડા વચ્ચોવચ બનાવવામા આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ૬૦ થી પણ વધારે ગામોને તથા ખેડૂતો ને આનો લાભ મળશે અને ચેકડેમ આશીર્વાદ રૂપ રહશે અને ખેડૂતો ના ખેતરો મા આવેલ બોરકુવા નુ જળસ્ત્રોત્ર ઉચુ આવશે ત્યારે સીતવાડા ખાતે ભેગા થયેલ વિવિધ ગામજનો આગેવાનો ખેડુતો નો એકજ સૂર જોવા મલ્યો છે અને એક સાથે સીતવાડા-પોયડા ગામની વચ્ચોવચ ચેકડેમ બનાવવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હાલતો ચેકડેમ મજુર છતાંય બે જિલ્લાના ગામોના લોકો મા ચેકડેમ બનાવવા ને લઈ ને ખેંચતાણ ચાલી રહી છે પણ જો સાબરકાંઠા જિલ્લા મા ચેકડેમ બનશે તો ૬૦ થી પણ વધારે ગામોને ફાયદો થશે અને તેની સાથે દહેગામ તાલુકાના નીચેના ગામોને પણ ફાયદો થશે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી