લોકશાહી શિખર સંમેલનઃ રશિયા-ચીનને આમંત્રણ નહીં..

બાઈડનના આમંત્રણ પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની પહેલ હેઠળ વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર આયોજિત શિખર સંમેલનમાં ભારત સહિત 80 દેશોના નેતાઓએ ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકશાહી શિખર સમ્મેલનમાં વર્ચ્યુઅલી રીતે ભાગ લીધો. આ અંગે પીએમ મોદીએ શુક્રવાર સવારે ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ બાઈડનના આમંત્રણ પર લોકશાહીના શિખર સંમેલનમાં ભાગ લઇને ખુશી થઇ. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રૂપમાં ભારત બહુપક્ષીય મંચો સહિત વિશ્વ સ્તરે લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે પોતાના ભાગીદારો સાથે કામ કરવા માટે તૈયાર છે.

પીએમ મોદીએ ગુરૂવારે કહ્યું કે, ઔદ્યોગિક કંપનીઓને લોકતાંત્રિક સમાજને સંરક્ષિત કરવામાં યોગદાન આપવું જોઈએ કારણ કે ઉદ્યોગોમાં લોકશાહીને સકારાત્મક અને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા છે. મોદી લોકશાહી પર આયોજિત એક શિખર સંમેલનને ડિજિટલ રીતે સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ જોર આપ્યું કે, લોકશાહીને વૈશ્વિક શાસન પ્રણાલીનું માર્ગદર્શન કરવું જોઈએ. સાથે જે, ભારતના સભ્યતાગત લોકાચારને લોકશાહીના મૂળ સ્ત્રોતમાંથી એક ગણાવ્યું.

મહત્વનું છે કે, ગઇકાલે બંધ રૂમમાં સંમેલનનું મહત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. પૂર્ણ સત્રમાં ભારત સહિત 12 દેશોએ ભાગ લીધો. ચીન અને રશિયાને અમેરિકાએ આમંત્રણ નથી આપ્યું. ભારતને આમંત્રણ મળતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી