મહેમદાવાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા પત્રકારોના ધરણાં-પ્રદર્શન

નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા પત્રકારો ઉતર્યા મેદાને

મહેમદાવાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા નગરપાલિકા કચેરી સામે મહેમદાવાદ અને ગુજરાતના પત્રકારો તથા આર.ટી.આઈ. એકિટવીસ્ટો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
મહેમદાવાદ નગર પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ગુજરાત પત્રકાર સંઘના સક્રિય કારોબારી સભ્ય મુકેશભાઈ રાજપુત, તથા આઝાદીનો અવાજ તથા ભ્રષ્ટાચાર અભિયાન વગેરે અખબારોના તંત્રી ભુપેન્દ્રભાઈ એચ. પટેલ દ્વારા તેમના અખબારોમાં મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

નગરપાલિકાનો ભ્રષ્ટાચાર અખબારોમાં ઉજાગર કરવાની પત્રકારત્વની ફરજને ધાક-ધમકી આપી અને એનકેન પ્રકારે દબાવી દેવા માટે ગુજરાત પત્રકાર સંઘના સભ્ય મુકેશ રાજપૂત ઉપર નગરપાલિકાના ભ્રષ્ટાચારી જવાબદાર અધિકારી દ્વારા લાખો રૂપિયાનો માનહાનિનો દાવો કરીને પત્રકારત્વની કલમને દબાવી દેવાની કોશિશ કરવાનો પણ ગુજરાત પત્રકાર સંઘ દ્વારા વિરોધ કરેલ છે. મહેમદાવાદ નગરપાલિકા ના ભ્રષ્ટાચાર સામે બુલંદ અવાજ ઉઠાવવા મહેમદાવાદના નાગરિકોમાં પાલિકાના ભ્રષ્ટાચાર અંગે લોક જાગૃતિ ઉભી કરવા માટે ગુજરાત પત્રકાર સંઘના મહેમદાવાદ જાગૃત પત્રકાર મુકેશ રાજપુત તથા તથા પત્રકાર કીર્તન સિંહ રાજપુત દ્વારા, તેમજ સ્થાનિક પત્રકારો તથા ગુજરાતના અન્ય શહેરોના પત્રકારો સાથે સાથે ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ ગુજરાત રાજ્યના આર.ટી.આઈ એકિટવીસ્ટ એસએસસીના ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા સભ્યો દ્વારા મહેમદાવાદ નગરપાલિકા ઓફિસ સામે ધરણા પ્રદર્શન અને નગરપાલિકાના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચારના નાબૂદ કરો ના સૂત્રોચાર સાથે રેલી પ્રદર્શન કરી નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

ગુજરાત પત્રકાર સંઘના સક્રિય સભ્ય મુકેશભાઈ રાજપૂતના તથા પત્રકાર સંઘના સભ્ય વડીલ ભુપેન્દ્ર ભાઈ એચ. પટેલ ના આમંત્રણને માન આપી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ અને ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના નવી દિલ્હીના પ્રેસિડેન્ટ બી.આર. પ્રજાપતિ તથા ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ કિરીટકુમાર એલ. વ્યાસ મહેમદાવાદ ખાતેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 108 ,  1