September 25, 2020
September 25, 2020

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ કરી જમાવટ, ભારે વરસાદના પગલે નદીઓના જળસ્તરમાં વધારો

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે . રોજે રોજ ભારે વરસાદ વરસતા જનજીવન તરબતર થઈ રહ્યું છે. ભારે વરસાદ ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. વિતેલા 24 કલાક દરમિયાન વલસાડમાં 6 ઈંચ અને કામરેજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારા વરસાદના પગલે ઉકાઈની સપાટી 325.57 થઈ છે. જો કે રૂલ લેવલથી હજુ ડેમની સપાટી 8 ફૂટ જેટલી દૂર છે.દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં નવા નીર આવતાં જળસ્તરમાં વધારો થયો છે.

હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસથી પડી રહેલા ઉપરવાસના વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે.વલસાડ જિલ્લાની મુખ્ય જીવાદોરી એવી દમણગંગા નદીમાં આવ્યા નવા નીર આવ્યાં છે. વાપીને પાણી પૂરું પાડતો વિયર કમ કોઝવે છલોછલ થયો છે. જેથી વાપીના પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. દમણ ગંગા નદીની આજુબાજુના વિસ્તારોમાં બોર અને કુવામાં નવા પાણી રિચાર્જ થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે.

ઉકાઈ ડેમની ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈમાં ઈન ફ્લો 27192 ક્યૂસેક છે જ્યારે ડેમમાંથી હાલ હાઈડ્રો મારફતે 1 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈની સપાટી હાલ વધીને 325.57 ફૂટ થઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. પાણીની સપાટી રૂલ લેવલથી હજુ આઠ ફૂટ દૂર છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર