ઉદાસ લોકોમાં અન્ય લોકોની સરખામણીએ ધૂમ્રપાનની ટેવ વધારે હોય છે….

ધૂમ્રપાનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. ઘૂમ્રપાન કરવા પાછળ વ્યક્તિગત અનેક કારણો હોઈ શકે છે. પરંતુ ઉદાસ લોકોને તેની ટેવ જલ્દી પડે છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં 10 હજારથી વધારે લોકો પર 20 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે ઉદાસ લોકોમાં ધૂમ્રપાન કરવાની આદત વહેલી તકે આવે છે.રિસર્ચમાં ઉદાસીનતાથી લોકો ધૂમ્રપાન કરવા મજબૂર બને છે.

નકારાત્મક ઘટનાઓથી લોકો ઉદાસ થાય અને ધૂમ્રપાન કરે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના માટે ધૂમ્રપાન કરતા 425 લોકોને ઓનલાઇન સેડ (ઉદાસ કરે તેવા ) વીડિયો ક્લિપ્સ જોવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ લોકોએ ધૂમ્રપાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રિસર્ચમાં 158 લોકો પર કરવામાં આવેલાં રિસર્ચમાં ઉદાસીનતાથી તેમના ધૂમ્રપાન પ્રત્યેનો વ્યવહાર કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.રિસર્ચમાં સામેલ લીડ ઓથર ચાર્લ્સના જણાવ્યા અનુસાર ગુસ્સો, તણાવ, ઉદાસીનતા, ભય અને શરમ સહિતની અનેક લાગણીઓ વ્યક્તિને વ્યસન કરવા માટે પ્રેરિત કરે છે.

 6 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર