મંદીનો માર : પાર્લે-જી 10 હજાર કર્મચારીઓને છૂટા કરે તેવી શક્યતા

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ પણ તેના 8થી 10 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી નથી.

ઇકોનોમિક ટાઇસ્મમાં છપાયેલી ખબર મુજબ 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતના બિસ્કિટ પર જીએસટી ઓછી કરવાની પારલે જી કંપનીની માંગ છે. અને જો સરકાર તેમની આ માંગણી નથી સ્વીકારતી તો આવનારા સમયમાં કંપનીને 10 હજાર લોકોને નોકરી પરથી નીકાળવા પડશે. કારણ કે વેચાણ ઓછું થતા કંપની ભારે નુક્શાન સહન કરી રહી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી