નાયબ મુખ્યમંત્રીએ નંદાસણ હાઈવે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો

મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે મહેસાણા-અમદાવાદ હાઇવે પરના રૂ.50 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ઓવરબ્રિજની સુવિધા થકી લોકોની સુવિધામાં વધારો થયેલ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું છેલ્લા વર્ષોમાં રાજ્યનો અવિરત પણે વિકાસ થઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રૂ 600 કરોડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકાસના કામો થવાના છે.માર્ગ અને મકાન વિભાગનું કામ જોડવાનું કામ છે. ભુતકાળમાં ન થયેલ કામો છેલ્લા વર્ષોમાં સરકારમાં થઇ રહ્યા છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જેવી અનેક વિધ યોજના થકી રસ્તાઓ અને પુલાનો કામોના નિર્માણ થયેલ છે. આ ઓવરબ્રિજ જિલ્લા વાસીઓ માટે એક નવલું નજરાણું બની રહ્યું છે.ઓવરબ્રિજની સુવિધાથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવેલ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી સુવિધા માટે કટિબધ્ધ બની છે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને અત્‍યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક સતત આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યુ કે વિકાસ અને સુશાસન માટે સમગ્ર દેશ અને દુનિયાને આદર્શ પ્રેરણા આપી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે આ સરકાર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, વિધાર્થીઓ સહિત સૌના કલ્‍યાણ માટે સમર્પિત સરકાર છે. તેમણે જણાવ્‍યું કે સરકારશ્રીના સંવેદનશીલ અને પારદર્શક અભિગમને લીધે પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સ્‍થપાયો છે.

તેમણે કહ્યું કે રસ્‍તાઓ બનવાથી વિકાસકૂચ ઝડપી બને છે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણી,પ્રાન્ત અધિકારી કેતકીબેન વ્યાસ,કડી માર્કેટ ચેરમેન વિનોદભાઇ પટેલ,અગ્રણી અરવિંદભાઇ પટેલ સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી