નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટમાં રાષ્ટ્રીય એકતા પરેડનું પ્રસ્થાન કરાવ્યું

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર રાજકોટ શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાષ્ટ્રીય એકતા પરેડ નું પ્રસ્થાન કરાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની એકતા અખંડિતતા માટે વડાપ્રધાનએ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.ચીન અને પાકિસ્તાનના પડકારોને દેશ નું સૈન્ય મજબૂતાઇથી સામનો કરી રહ્યા છે.સાથેજ નિતિનભાઈ પટેલે આગામી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

કાર્યક્રમના શરૂઆતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવડાવ્યા હતા. આ પ્રતિમા પાસે આવેલ સરદાર સરોવરના મોડેલની તેમણે પ્રશંસા પણ કરી હતી. પોલીસ કમિશનર દ્વાર નીતીન પટેલને સરદાર પટેલની પ્રતિકૃતિ અર્પણ કરવામાં હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યુ કે, આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ. આજે આપણુ અખંડ ભારત વિકસિત, સમૃધ્ધ અને સલામત છે તેવુ સપનુ આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. દેશને ગૌરવ થાય તેવી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ આપણે કરી સરદાર સાહેબના પ્રેરણારૂપ કામોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

આપણે સરદાર સાહેબની જન્મજયંતિને રન ફોર યુનિટીના માધ્યમથી ઉજવણી કરતા હતા. પરંતુ કોરોનાના સંક્રમણના લીધે આ વર્ષે તે શકય બની શકયુ નથી. રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે, તેમ શ્રી પટેલે ઉમેર્યુ હતું.

પોલીસ જવાનોને ઉદેશીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આપણે આપણી આંતરિક સલામતીને પણ વધુ મજબુત બનાવીને બહાદુરીપૂર્વક તેને નિભાવવી જોઇએ. આપણી આતંરરાષ્ટ્રીય સરહદો પણ સલામત રહે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર