નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું, આરોપીની ધરપકડ કરવા ગૃહ પ્રધાનના આદેશ, જુઓ Video

મીડિયાને સંબોધિત કરતા હતા તે સમયે નીતિન પટેલ પર કોઈએ ચપ્પલ ફેંક્યું, જિલ્લા એસપી રેન્જ આઇજીએ આપ્યા તપાસના આદેશ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.

નાયબ મુખ્યપ્રધાન કરજણના કરોલી ગામમાં સભાને સંબોધિત કરી હતી. કરજણના કરોલી ગામમાં ચપ્પલ ફેંકાયું હતું. તો બીજી તરફ આ ઘટના બાદ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ચપ્પલ થયા પહેલા નીતિન પટેલની સભાનીતિન પટેલની સભામાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી સાથે કોંગ્રેસ પર આક્રમક રીતે પ્રહાર કર્યા હતા. નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું હતું કે નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.

નીતિન પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસે ઇન્દિરા ગાંધીને મહાત્મા ગાંધીના પુત્રી ગણાવીને ગાંધીજીનું નામ વટાવ્યું. 50 વર્ષ સુધી તેમણે ઇતિહાસને તોડી મરોડીને રજુ કર્યો. કોંગ્રેસને દેશની જનતા ક્યારે પણ માફ કરી શકશે નહી.

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ મહેબુબા મુફ્તીને પાકિસ્તાન જતા રહેવા જણાવ્યું હતું. જો પાકિસ્તાન નહી જાઓ તો જેલ ભેગા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો દેશનાં કાયદા જેને પણ ન ગમતા હોય તે પાકિસ્તાન જઇ શકે છે. જો તેમને આર્થિક તકલીફ હોય તો ટિકિટ અથવા તો ટિકિટના પૈસા મારી પાસેથી આવીને લઇ જાય.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર