September 27, 2020
September 27, 2020

ઊંઝા APMC કૌભાંડ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે આપ્યું નિવેદન

ઊંઝા APMCમાં 15 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ

ઊંઝામાં એશિયાની સૌથી મોટી એપીએમસીમાં કૌભાંડ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિગતવાર માહિતી નથી પરંતુ રાજ્ય સરકારનો સહકાર વિભાગ તપાસ કરી રહ્યો છે. 

ઊંઝા APMCમાં 15 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ સાથે કરાયેલા આ ઘટસ્ફોટ સાથે આખા કૌભાંડની લેખિત અરજી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, પોલીસ વડા સહિતના નેતાઓ અને અધિકારીઓને કરાતા સહકારી ક્ષેત્રના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કથિત કૌભાંડનો પર્દાફાશ સંસ્થાના જ કર્મચારીએ કરતાં એપીએમસીમાં અફરાતફરી મચી ગઈ છે. અત્યાર સુધીમાં અંદાજિત ૧પ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરી માર્કેટયાર્ડ, વેપારીઓ અને ખેડૂતો સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ સેસ વિભાગમાં જ ફરજ બજાવતાં કાયમી કર્મચારી સૌમિલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ સત્તાવાળાઓએ કૌભાંડની વાત પર સ્પષ્ટતા કરવાની જગ્યાએ કર્મચારીને જ ભીંસમાં લેવા પહેલા તેને કારણદર્શક નોટિસ ફટકારી અને હવે તેના વિરુદ્ધ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે.

આ મામલે મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે મારી પાસે વિગતવાર માહિતી નથી. પણ કોઇ ગેરકાયદે પ્રવૃતિ થતી હોય તો કાર્યવાહી કરાશે।

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર