રંજીતસિંહ મર્ડર કેસમાં રામ રહીમને આજીવન કેદની સજા..

 વર્ષ 2002માં રંજીતસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી

હત્યાકાંડમાં 3 સાક્ષીની જુબાની મહત્વપૂર્ણ ર

રંજીતસિંહ હત્યા કેસમાં કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરુમીત રામ રહિમને આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ સહિત પાંચ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈની વિશેષ કોર્ટમાં 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી રામ રહિમને રજૂ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે,ગુરુમીત રામ રહિમ પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યો છે. 10 જૂલાઈ 2002ના રોજ રંજીત સિંહની હત્યા થઈ હતી. આ મામલે ગુરુમીત રામ રહિમને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. 3 ડિસેમ્બર 2003નમા રોજ CBIએ FIR નોંધી હતી.

10 જુલાઈ 2002ના રોજ ડેરા સચ્ચા સોદાની મેનજમેન્ટ કમિટીના મેમ્બર કુરક્ષેત્રના રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શક હતો કે રણજીત સિંહએ સાધ્વી યૌન શોષણ મામલામાં પોતાની બહેન પાસે અનામી પત્ર લખાવ્યો.

પોલીસ તપાસથી અસંતુષ્ટ રંજીતસિંહના પિતાએ જાન્યુઆરી 2003માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના પુત્રની હત્યાની તપાસ CBI પાસે કરાવવાની માંગ કરી હતી. આ અરજીને કોર્ટ ગ્રાહ્ય રાખી હતી. સીબીઆઈએ આ મામલામાં ડેરામુખી રામ રહીમ સહિત 5 લોકોની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. 2007માં CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યો અને 8 ઓક્ટોબર 2021ના રોજ તેને દોષિત ઠેરવ્યા હતા.

રંજીતસિંહ હત્યાકાંડમાં 3 સાક્ષીની જુબાની મહત્વપૂર્ણ રહી. તેમાંથી બે સાક્ષી સુખદેવ સિંહ અને જોગિન્દ્ર સિંહે કોર્ટને જણાવ્યું કે તેમણે આરોપીઓને રણજીત સિંહ પર ગોળી મારતા જોયા. ત્રીજો સાક્ષી ડેરામુખીનો ડ્રાઈવર ખટ્ટા સિંહ રહ્યો. ખટ્ટા સિંહ પ્રમાણે, તેના સામે જ રંજીતસિંહને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. ખટ્ટા સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે રામ રહીમે મારી સામે જ રંજીતસિંહને મારવાનું કહ્યું હતું. કેસની શરુઆતી સુનાવણી સમયે ખટ્ટા સિંહ કોર્ટમાં આ નિવેદનથી ફરી ગયો હતો, પરંતુ ઘણા વર્ષો પછી તે ફરી કોર્ટમાં હાજર થયો અને જુબાની આપી. તેની જુબાનીના આધારે જ પાંચને દોષી સાબિત કરવામાં આવ્યાં.

રંજીતસિંહ હત્યાકાંડમાં 3 સાક્ષીની જુબાની મહત્વપૂર્ણ રહી. તેમાંથી બે સાક્ષી સુખદેવ સિંહ અને જોગિન્દ્ર સિંહે કોર્ટને જણાવ્યું કે તેમણે આરોપીઓને રણજીત સિંહ પર ગોળી મારતા જોયા. ત્રીજો સાક્ષી ડેરામુખીનો ડ્રાઈવર ખટ્ટા સિંહ રહ્યો. ખટ્ટા સિંહ પ્રમાણે, તેના સામે જ રણજીત સિંહને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. 

જાતીય શોષણ મામલે અગાઉથી 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે

ડેરાની બે સાધ્વિઓના જાતીય શોષણ મામલામાં 28 ઓગસ્ટ 2017એ ડેરા પ્રમુખ રામ રહીમને 20 વર્ષની સજા આપવામાં આવી હતી. ત્યારે પંચકૂલામાં CBI કોર્ટ દ્વારા ડેરામુખીને દોષી સાબિત કર્યા બાદ પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં ડેરાના અનુયાયી હિંસા પર ઉતરી આવ્યા હતા, જેમાં 31 લોકોના મોત થયા હતા અને 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હીમાં ટ્રેનના બે ખાલી ડબ્બા બાળી નાખવામાં આવ્યાં હતાં. પંચકૂલામાં ડેરાના દોઢ લાખ અનુયાયી 3 કલાક સુધી હિંસા કરતા રહ્યા. પંચકૂલા સિવાય પંજાબના પટિયાલા, ફાજિલ્કા, ફિરોઝપુર, માનસા અને બઠિંડામાં કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું.

યૂપીના લોનીમાં પણ હિંસા ફાટી નીકળી. આ હિંસાથી નાખુશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નુકસાનની ભરપાઈ માટે ડેરાની સંપત્તિ જપ્ત કરવાનું કહ્યું. તે કેસમાં જ્યારે ન્યાયાધીશ જગદીપ સિંહે ડેરામુખીને દોષી ગણાવ્યો ત્યારે તે રડી પડ્યો. તેને પંચકૂલાથી હેલિકોપ્ટર મારફતે સીધા રોહતકની સુનારિયા જેલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી ડેરામુખી રોહતક જેલમાં જ કેદ છે

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી