કપરાડામાં પ્રેમીએ સગાઇની ના પાડતાં હતાશ પ્રેમિકાએ કર્યો આપઘાત

પ્રેમીએ સગાઇની ના પાડતા પ્રેમિકાનો આપઘાત, લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી કર્યું શોષણ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામની સીમમાં યુવતી ઝાડ પર લટકી હાલતમાં મળી આવી હતી. સગાઇ તૂટતા આઘાતમાં યુવતીએ જીવન ટૂંકાવી લીધુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું છે.

યુવતીને યુવક સાથે પ્રમ સંબંધ હતો. જો કે સગાઇના વાત કરતા પ્રેમી યુવકે તેમજ તેના પિતાએ ના પાડતા યુવતી આઘાતમાં આવી ગઇ હતી. બાદમાં ગામની સીમમાં જઇ ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

કપરાડાના વાડી ગામે પાયરીપાડા ફળિયામાં રહેતી અને ત્રણ વર્ષથી જે યુવકના પ્રેમમાં હતી તેના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇ માતા -પિતા સાથે પહોચી હતી જ્યાં સગાઈ કરવા યુવકના પિતા અને યુવકે ઘસીને ના પાડી દેતા આઘાત પામેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. યુવતીના પિતાએ પ્રેમી યુવક અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. કપરાડાના વાડી ગામે ઢોર ચારવા ગયેલા દશમા બુધ્યાની નજર ઝાડ ઉપર લટકતી લાશ ઉપર પડતા સ્થળ નજીક જઈ ને જોતા મગસલ હોવાનું માલુમ પડ્યું હતું.

દશમાએ યુવતીના પિતા ભીખાભાઈ ગોંડને જાણા કરતાં તે ત્યાં દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગઇ કાલે હું, પત્ની રંગીબેન અને દીકરી મગસલ છોકરાના ઘરે તેના પિતા સાથે વાત કરવા ગયા હતા પરંતુ છોકરાના પિતા પાંડુભાઈએ છોકરીને વહુ બનાવવા માટે ચોખ્ખી ના કહી અને ગદ્દાર પ્રેમીએ પણ પિતાની સાથે સુર પુરાવીને ઘસીને છોકરીને ના પાડી દેતા નાસીપાસ થઈ ને યુવતી તેના ઘરેથી સીમમાં જઇ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક યુવતીના પિતાએ આ મામલે પોલસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં ત્રણ વર્ષથી દીકરીનું શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. પિતાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું હતું કે, લગ્નની લાલચ આપી મૃતકનો પ્રેમી માનસિક ત્રાસ તેમજ શોષણ કરતો હતો. પિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 94 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર