સરકારના લાખ પ્રયાસો છતા કુપોષણની સમસ્યા હજુ યથાવત્

ગુજરાતમાં 1.24 લાખ કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો!

ગુજરાતમાં છેલ્લા 20થી 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપ સરકાર દ્વારા વર્ષોથી બાળકોમાં કુપોષણની સમસ્યા દૂર કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે અનેક યોજનાઓ ચલાવાય છે એટલું જ નહીં ગુજરાતમાં 2021-22ના વર્ષમાં પોષણ યોજનાઓ માટે જ 939 કરોડ રૂપિયા ફાળવાયા હતા તેમ છતાં છેલ્લા બે વર્ષમાં 1.24 લાખ કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે!

રાજ્યમાં વર્ષ 2019માં કુપોષિત બાળકોની સંખ્યા 1.96 લાખ હતી જે 2021માં વધીને 3. 20 લાખ થઈ છે ટૂંકમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1.24 લાખ કુપોષિત બાળકોની પીડિત સંખ્યામાં વધારો થયો છે જેને પગલે ભાજર સરકારની કુપોષિત દૂર કરવાની યોજનાનો ફિયાસ્કો થઈ ગયો છે.

UNESCOના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કારણે ભારતમાં પ્રી-પ્રાઈમરી અને સેકન્ડરીમાં 11 કરોડથી વધુ બાળકો હજી પણ શાળાના શિક્ષણથી દૂર છે. આપને જણાવી દઈએ કે, શિક્ષણ સાથે સાથે બાળકોને અપાતા મધ્યાહન ભોજન વ્યવસ્થા પણ ખોરવાતા બાળકોના પોષણ પર પણ અસર પડી છે.

આ મુદ્દે ભાજપ સરકારને ઘેરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકાર દાવા તો કુપોષણ દુર કરવાના કરે છે, પરંતુ કામ કુપોષણ વધારવાના કરી રહી છે. એટલે જ તો વર્ષ 2019 માં રાજ્યના 1.96 લાખ બાળકો કુપોષિત હતા. જે ઘટવાની જગ્યાએ વર્ષ 2021માં અધધ..! વધારા સાથે કુપોષિત બાળકો ની સંખ્યા 3.20 લાખ થઈ ગઈ!

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ કે, બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે કોંગ્રેસ સરકારે શરૂ કરેલ “મધ્યાહન ભોજન યોજના” છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ઠપ છે. આંગણવાડી બાળકોને પોષણક્ષમ આહાર આપવાની યોજના પણ લગભગ ઠપ જેવા હાલમાં છે. જેના કારણે છેલ્લા 2 વર્ષમાં ભાજપ સરકારે વધુ 1.24 લાખ બાળકોને કુપોષણની ગર્તમાં ઝોંકી દીધા! એટલે સ્પષ્ટ છે કે ભાજપનો વિકાસ હવે રિવર્સ ગીયરમાં ચાલી નહીં ભાગી રહ્યો છે.

 75 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી