ઓ ય..તુ વિધાયક દા પુતર હૈ…? યે લે નોકરી…

પંજાબમાં બે ધારાસભ્યોના પુત્રોને ખાસ કિસ્સામાં નોકરીઓ અપાઇ..

પંજાબ સરકારે કોંગ્રેસના બે ધારાસભ્યોના બે દીકરાઓને ‘વિશેષ કેસ’ હેઠળ સરકારી નોકરી આપતા વિવાદ સર્જાયો છે. શુક્રવારે પંજાબ સરકારે નિરીક્ષક અને નાયબ તહેસીલદાર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ શિરોમણી અકાલી દળ (SAD) અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી અમરિંદર સિંહની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ, એક ધારાસભ્યના પુત્રની ઇન્સ્પેકટર અને બીજાના પુત્રને નાયબ તહસિલદાર તરીકે કરુણાના આધારે નિયુક્તી કરવામાં આવી.

એક સત્તાવાર નિવેદન અનુસાર, ખાસ કિસ્સામાં કેબિનેટની બેઠકમાં અર્જુન પ્રતાપસિંહ બાજવાને પંજાબ પોલીસમાં ઇન્સ્પેક્ટર (ગ્રુપ બી) અને ભીષ્મ પાંડેને મહેસૂલ વિભાગમાં નાયબ તહેસલદાર (ગ્રુપ બી) તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અર્જુન ફતેજુંગસિંહ બાજવાનો પુત્ર છે, જ્યારે ભીષ્મ રાકેશ પાંડેનો પુત્ર છે. મંત્રીમંડળની બેઠક બાદ સરકારે જારી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, અરજદાર અર્જુન બાજવા પંજાબના ભૂતપૂર્વ પ્રધાન સત્તમસિંહ બાજવાના પૌત્ર છે, જેમણે 1987 માં રાજ્યમાં શાંતિ માટે પોતાના પ્રાણ આપી દીધા હતા.

સત્તાવારી રીતે કહેવામાં આવ્યું કે તેમને નિયમોમાં એક વાર મળેલી છૂટના આધારે નિયુક્તિ કરવામાં આવી છે. જેનું દરેક કેસમાં પુનરાવર્તન કરી શકાય નહીં. અન્ય એક કેસમાં કેબિનેટે 1987 માં આતંકવાદીઓ દ્વારા હત્યા કરાયેલા જોગીન્દર પાલ પાંડેના પૌત્ર ભીષ્મ પાંડેની મહેસૂલ વિભાગમાં નાયબ તહેસલદાર તરીકે નિયુક્તિને મંજૂરી આપી હતી.

કેબિનેટ દ્વારા આ નિર્ણયોને મંજૂરી મળ્યા પછી, એસએડી અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલે અમરિંદર સિંહની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોલીસ અને મહેસૂલ વિભાગમાં કોંગ્રેસના ધારાસભ્યોને નોકરી આપી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે અમરિંદરસિંહે પોતાની ખુરશી બચાવવા માટે આ નિર્ણય લીધો છે. બાદલે કહ્યું હતું કે, રાજ્યમાં 2022 માં એસ.ડી.-બસપાની સરકાર આવ્યા પછી આવા નિર્ણયો ઉલટાશે.

તેમણે આ નિમણૂકોને ગેરકાયદે ગણાવતા કહ્યું હતું કે દાદાના બલિદાન પર જેમના પિતા ધારાસભ્ય છે તેવા પૌત્રોને નોકરી આપી શકાય નહીં. પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ 3 જૂને કોંગ્રેસના ધારાસભ્યોના બે પુત્રોને કરુણાના આધારે નોકરી આપવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

 24 ,  1